મંત્રીમંડળના વિસ્તરણને લઇને રૂપાણીએ કહી આ વાત, જાણો શું કહ્યું

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (15:39 IST)
કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આજે તેમણે વૈષ્ણદેવી ફ્લાયઓવર, ખોડીયાર કંન્ટેનર જંકશન સહિતના લોકાર્પણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વૈષ્ણવદેવી ફ્લાયઓવરના લોકાપર્ણ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાને સંબોધિત કરતાં તેમણે મંત્રીમંડળના વિસ્તરણને લઇને એક મોટું નિવેદન આપ્યું હતું.
 
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે નવનિર્મિત 6 લેન બ્રિજ જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે. 17 કરોડના ખર્ચે આ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિલોડા - ગાંધીનગર - સરખેજ સુધીના આ બ્રિજના નિર્માણથી સમયની પણ બચત થશે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન (Vaccination) મહાઅભિયાનનું આયોજન કરાયું છે. 
 
તેમણે આગળ કહ્યું હતું કે મંત્રી મંડળની વાત માત્ર હવા છે. મંત્રીમંડળની વિસ્તરણની કોઈ વાત નથી. કોઈ બાર્ડ નિગમની વાત નથી. તેમના આ નિવેદનથી તમામ અટકળોનો અંત આવી ગયો છે.  
 
33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં ભાગ લેશે.
 
મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. 18 થી 44 વર્ષની વયજૂથની વ્યક્તિઓ હવેથી વૉક-ઈન વેક્સિનેશન લઇ શકશે. વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.

સંબંધિત સમાચાર

Next Article