ગુજરાતની 17 જેલોમાં 1700 પોલીસકર્મીની આખી રાત તાબડતોડ રેડ, અનેક મોબાઇલ ફોન જપ્ત, ગૃહમંત્રી સંઘવીનું લાઇવ મોનિટરિંગ

Webdunia
શનિવાર, 25 માર્ચ 2023 (09:48 IST)
શુક્રવાર-શનિવાર (24-25 માર્ચ) ની વચ્ચેની રાત્રે સાબરમતી સહિત ગુજરાતની 17 જેલોમાં ઝડપી દરોડા પાડવામાં આવ્યા હતા. જેલમાંથી ઘણા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ રૂમમાંથી દરોડાની લાઈવ દેખરેખ રાખી હતી. અતીક અહેમદ પણ સાબરમતી જેલમાં બંધ છે. દરોડા પાડવા પાછળનો હેતુ ગેરકાયદેસર કામને પ્રકાશમાં લાવવાનો છે. તેમજ કેદીઓને નિયમ મુજબ યોગ્ય વ્યવસ્થા મળી રહી છે કે કેમ તે પણ તપાસવું પડશે. આ માહિતી ગુજરાતના ડીજીપી વિકાય સહાયે આપી છે.
 
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સાબરમતી સહિત ગુજરાતની 17 જેલોમાં રાતોરાત 1700 પોલીસકર્મીઓએ દરોડા પાડ્યા હતા. જેલમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ ભવન ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા દરોડાની દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા શનિવાર (25 માર્ચ) સવાર સુધી ચાલુ રહ્યા હતા.
ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું કે, "માહિતી મળી છે કે ક્યાંકથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસની સાથે સાથે સ્નિફર ડોગ પણ આ તપાસમાં સામેલ છે અને આ કામનું સંપૂર્ણ રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેનું લાઇવ ટેલીકાસ્ટ અમે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમમાં પણ જોઇ શકતા હતા.
દરોડા દરમિયાન ગુજરાત પોલીસના જવાનોએ જેલમાં કેદીઓને શું સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની પણ ચકાસણી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સીએમ ડેશબોર્ડ પરથી દરોડાની દેખરેખ રાખી હતી. આ કામગીરી અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, મહેસાણા, ભાવનગર, બનાસકાઠા સહિતની તમામ જેલોમાં કરવામાં આવી હતી. સાબરમતી સૌથી મોટી જેલ હોવાથી 300 પોલીસકર્મીઓએ ત્યાં દરોડા પાડ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article