વિશ્વ યોગા દિવસ પર પ્રદેશમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનના લીધે રેકોર્ડબ્રેક લોકોએ વેક્સીન લગાવી હતી. સોમવારે એક દિવસમાં 4,87,960 લાખ લોકોએ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો. સૌથી વધુ ડોઝ અમદાવાદના લોકોએ લગાવ્યો હતો. પ્રદેશમાં લાંબા સમય બાદ કોરોના નવા કેસ દોઢની આસપાસ નોંધાયા છે. પ્રદેશમં માત્ર 151 કેસ સામે આવ્યા છે, જ્યારે માત્ર બે દર્દીઓના મોત થયા છે.
તેમાં એક દર્દી સુરતનો હતો જ્યારે બીજા અમદાવાદના દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત 15 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 36 કેસ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 16 કેસ નોંધાયા છે. આ પ્રકારે ધીમે ધીમે કોરોના મુક્ત થવા તરફ ગુજરાત જઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ પણ વધીને 98.09 થઇ ગયો છે. પ્રદેશમાં સોમવારે કુલ 619 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યામં અત્યર સુધી 10,0034 લોકોના મોત થયા છે.
રાજ્યમાં વેક્સીનેશન પ્રોગ્રામમાં સૌથી વધુ અમદાવાદમાં 57,116 લોકોએ વેક્સીન લગાવી હતી, જ્યારે સુરતમાં 50,740 એ વેક્સીનનો ડોઝ લીધો હતો. જોકે રાજ્યના ત્રીજા મોટા શહેર વડોદરમાં આશા મુજબ વેક્સીનેશન થયું ન હતું. અહીં શહેરમાં માત્ર 14585 લોકોએ વેક્સીન લીધી હતી. જ્યારે વડોદરા ગ્રામીણમાં શહેર કરતાં વધુ 14795 લોકોએ વેક્સીનના ડોઝ લીધા હતા.
જ્યારે રાજકોટ શહેરમાં માત્ર 6137 લોકોએ જ વેક્સીનના ડોઝ લગાવ્યા હતા. તો બીજી તરફ ગ્રામીણમાં 20 હજારથી વધુ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશના અન્ય જિલ્લામાં પણ મોટાપાયે વેક્સીનેશન પ્રોગ્રામ ચલાવવામાં આવ્યું છે. તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કહ્યું કે ભવિષ્યમાં વેક્સીનેશન વધુ ઝડપી કરવામાં આવશે.