બ્રિટનમાં ત્રીજી લહેર, દર 540 દરદીઓમાંથી એક ડેલ્ટા વેરિએંટસ થી સંક્રમિત

સોમવાર, 21 જૂન 2021 (13:14 IST)
રસીકરણ અને પ્રતિરક્ષણ પર સંયુક્ત સમિતિ (જેસીવીઆઈ)ના મુજબ સલાહકાર પ્રોફેસર એડમ ફિનનુ કહેવુ છે કે બ્રિટનમાં હાલ વેક્સીન અને કોવિડ-19ના ડેલ્ટા વેરિએંટની વચ્ચે પ્રતિસ્પર્ધા ચાલી રહી રહી છે.   તેમણે શનિવારે કહ્યુ કે કોરોનાના અત્યાધિક સંક્રમક ડેલ્ટા વેરિએટને કારણે બ્રિટનમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ડેલ્ટા સ્વરોપની ઓળખ સૌ પહેલા ભારતમાં કરવામાં આવી હતી. 
 
બ્રિટનમાં ધીમી ગતિથી થઈ રહેલ કોરોના સંક્રમણના વધતા મામલાની તરફ ઈશારા કરતા પ્રો. ફિને કહ્યુ કે આ ફેલાતો જઈ રહ્યો છે, કદાચ આપણે થોડા આશાવાદી હોઈ શકીએ કે આ ઝડપથી ફેલાય રહ્યો નથી, પણ આ રીતે ચોક્કસ રૂપે ત્રીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન ડેલ્ટા વેરિએંટનો પ્રસારની જાણ કરવા માટે દક્ષિણ સહિત ઈગ્લેંડના અન્ય ભાગમાં તપાસ વધારી દીધી છે. 
 
 
 
તેમણે કહ્યુ, અમે આ નિર્ણય પર પહોંચ્યા છે કે વેક્સીન અભિયાન, ખાસ કરીને વૃદ્ધોના બીજા ડોઝ આપવા અને ડેલ્ટા વેરિએંટની ત્રીજી લહેર વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.. જેટલા જલ્દી વૃદ્ધોને બીજો ડોઝ આપી દઈશુ, આ વખતે હોસ્પિટલમાં એટલી ઓછી સંખ્યામાં લોકોને દાખલ થતા જોઈશુ  રાષ્ટ્રીય સાંખિકી કાર્યાલયના આંકડા મુજબ 540 સંક્રમિત દરદીમાંથી એક દર્દી ડેલ્ટા વેરિએંટથી સંક્રમિત છે.  
 
વેક્સીનેશન કરી શકે છે મદદ 
 
ડેલ્ટા વેરિઅન્ટ હવે દેશમાં સૌથી ઝડપથી ફેલાતા વાયરસ સ્ટ્રેન બની ગયું છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના તાજેતરના ડેટા મુજબ, વેક્સીનનો એક ડોઝ કોઈના સંક્રમિત થવા અને હોસ્પિટલમાં સારવાર કરાવવાની શક્યતા સાથે જ ડેલ્ટા વેરિએંટથી સંક્રમિત થવાની સ્થિતિ પણ 75 ટકા ઘટાડી દે છે. બંને ડોઝ લઈ ચુકેલા લોકોના સંક્રમિત થવા અને દાખલ થવાની શક્યતા 90 ટકાથી વઘુ ઘટી જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર