તમે એવા દેશ વિશે કલ્પના કરી શકો છો જે અવાર નવાર પરમાણુ યુક્ત મિસાઈલોનુ પરીક્ષણ કરતુ હોય પણ જયા ભૂખમરા જેવી હાલત હોય. આ હાલ ઉત્તર કોરિયાનો છે. ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ (Food crisis) એટલી ગંભીર સમસ્યા બની ગઈ છે કે ત્યા ખાવા પીવાની વસ્તુઓના ભાવ ઊંચા આસમાને પહોંચ્યા છે. ત્યા મોંઘવારીનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે એક કિલો કેળાની કિમંત અહી 3335 રૂપિયા છે.
કિમ જોંગે પોતાની પાર્ટીઓના નેતાઓને મીટિંગમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર અનાજના ઉત્પાદનના લક્ષ્યને હાસિલ કરી શક્યુ નથી. ગયા વર્ષના આવેલા વાવાઝોડાને કારણે પૂર આવી ગયુ ઉત્તર કોરિયામાં ભૂખમરીનુ આ સંકટ કોરોના વાયરસ રોગચાળાને કારણે ઉભુ થયુ છે. ઉત્તર કોરિયાએ પડોશી દેશો સાથેની પોતાની સરહદો બંધ કરી દીધી હતી. આને કારણે ચીન સાથેનો તેમનો વેપાર ઓછો થઈ ગયો
ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા ખાદ્ય વસ્તુઓ, ખાતર અને બળતણ માટે ચીન પર નિર્ભર છે. જો મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ઉત્તર કોરિયામાં એક કિલો કેળા 45 ડોલર થી વધુ એટલે કે 3300 રૂપિયામાં મળી રહ્યા છે. જ્યારે ચા ની કિંમત 70 ડોલર એટલે કે 5200 રૂપિયા છે અને એક કપ કોફીની કિંમત 100 ડોલર એટલે કે 7300 રૂપિયાથી વધુ છે.