છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોરોના મહામારી દુનિયાભરમાં ખૂબ ઝડપથી ફેલાય રહી છે. માણસો પછી અનેક વખત જાનવર પણ કોવિડ-19 થી પોઝીટીવ જોવા મળી ચુક્યા છે. આ જ રીતે ચેન્નઈના અરિગ્ના અન્ના જુલોજિકલ પાર્કમાં નવ સિંહ 3 જૂનના રોજ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. તેમાથી ચાર સિંહના નમૂનાને જીનોમ સિક્વેસિંગ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ-નેશનલ ઈસ્ટીટ્યુત ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસેજેસ દ્વારા કરવામાં આવી હતી.
એનઆઈએચએસડી ભોપાલમાં કરવામાં આવેલ જીનોમ સિક્વેસિંગના પરિણામ મુજબ બધા ચાર સેંપલ્સ કોરોના વાયરસના ડેલ્ટા વૈરિયંટ B.1.617.2 થી સંક્રમિત હતા. ડાયરેક્ટરે જણાવ્યુ, ચાર સૈપલ્સની જીનોમ સિક્વેસિંગ NIHSAD, ભોપાલમાં કરવામાં આવી હતી. તેનાથી જાણ થાય છે કે બધા ચાર ક્રમ પૈગોલિન વંશ B.1.617.2 ના છે અને ડબલ્યુએચઓ દ્વારા આપવામાં આવેલ નામ ડેલ્ટા વૈરિએંટના છે.
આ સૈપલ્સ ભોપાલ સ્થિત આઈસીએઆર-એનઆઈએચએસએડી મોકલ્યા હતા. જો કે દેશમાં જાનવરોના ઈમરજિંગ પેથાજન પર રિસર્ચ કરે છે. અત્યાર સુધી જાનવરોની કોરોના ટેસ્ટિંગ કરવા માટે ચાર ઈસ્ટીટ્યૂટ્સને મંજુરી આપી ચુકાઈ છે, જેમાથી ભોપાલની આ ઈસ્ટીટ્યુટ પણ સામેલ છે.