કોરોના માટે વર્ષના અંત સુધી આવશે એંટીવાયરલ ટેબલેટ, અમેરિકા 23 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને કરશે તૈયાર

શુક્રવાર, 18 જૂન 2021 (13:44 IST)
અમેરિકા  (America)કોવિડ 19 અને અન્ય આવા ખતરનાક વાયરસ માટે એંટીવાયરલ ગોળીઓના વિકાસ માટે 3.2 બિલિયન દોલર (લગભગ 23 હજાર કરોડ રૂપિયા) નુ રોકાણ કરશે. દેશના ટોચના સંક્રામક રોગ વિશેષ જ્ઞ ડો. એંથની ફઉચી (Dr. Anthony Fauci)એ વ્હાઈટ હાઉસ  (White House) માં એક બ્રીફિંગ દરમિયાન આ રોકાણની જાહેરાત કરી. આ રોકાણ મહામારી માટે નવા એંટીવાયરલ પ્રોગ્રામના ભાગ રૂપે કરવામાં આવશે. જેથી કોરોનાવાયરસ જેવા શક્યત ખતરનાક વાયરસના કારણે ઉત્પન્ન લક્ષણને દૂર કરવા માટે દવાઓનો વિકાસ કરી શકાય. 
 
કોવિડ માટે વિકસિત દવાઓનો ઉપયોગ ચેપ પછીના લક્ષણોને ઘટાડવા માટે કરવામાં આવશે. આ બધી દવાઓ હજી તેમના વિકાસના પ્રારંભિક તબક્કામાં છે. એકવાર ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા પછી, આ દવાઓ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં વિશ્વની સામે હશે. આ રોકાણ ક્લિનિકલ ટ્રાયલ્સને વેગ આપશે અને સંશોધન, વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે ખાનગી ક્ષેત્રને વધારાની સહાય પૂરી પાડશે. ડો. ફાઉચીએ કહ્યુ કે જ મહામારીની સંભાવનાવાળા ઘણા વાયરસ માટે કેટલીક સારવાર ઉપલબ્ધ છે. પરંતુ રસી સ્પષ્ટ રીતે અમારી તૈયારીઓનું કેન્દ્રબિંદુ રહ્યુ છે. 
 
અમેરિકાએ 18 અરબ ડોલર દ્વારા તૈયાર કર્યા છે પાંચ વેક્સીન 
 
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીઝ (DHHS) એ ગુરુવારે જણાવ્યું હતું કે વાયરસ દ્વારા ઉદ્ભવતા ભાવિના જોખમોને ધ્યાનમાં રાખીને તે અન્ય સંભવિત મહામારીના રોગો માટે દવાઓ વિકસાવવામાં મદદ કરશે. ગત વર્ષે અમેરિકાએ 18 અબજ ડોલરના ખર્ચે રેકોર્ડ અસરકારક રીતે પાંચ અસરકારક કોરોના રસી તૈયાર કરી હતી. રસી તૈયાર કરવામાં સફળતાને કારણે અમેરિકાએ અસરકારક એન્ટિવાયરલ દવા બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ દવા શરૂઆતમાં જ કોરોનાને દૂર કરશે.
 
કટોકટીની મંજૂરી મળતા જ 15 લાખ ડોઝ ખરીદશે અમેરિકા 
 
બાઈડેન વહીવટીતંત્રે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે જો આ એન્ટિવાયરલ ડ્રગના 1.5 મિલિયન ડોઝ તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે તો તરત જ ખરીદી કરવામાં આવશે. આ દવા અમેરિકાની પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની મર્ક બનાવશે. DHHS જાહેર કર્યું છે કે તે પહેલાથી જ 19 પ્રકારના ક્યુરેટિવ એજન્ટો પર ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યું છે. આમાંની ઘણી દવાઓ આગામી વર્ષમાં FDAની મંજૂરી મળવાની આશા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર