રથયાત્રા અંગે રાજ્ય સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથીઃ પ્રદિપસિંહ જાડેજા

Webdunia
બુધવાર, 17 જૂન 2020 (14:38 IST)
કોરોનાને લીધે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અમદાવાદ શહેરમાં જનતા કરફ્યૂ સાથે સાદગીપૂર્ણ રીતે નીકળવા માટે નક્કી કરવામાં આવ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, રથયાત્રા અંગે  રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અઘરૂં છે. રથયાત્રાના રૂટમાં 1600થી વધુ દર્દીઓ છે. રથયાત્રાના માર્ગમાં 25 કન્ટેઈન્મેન્ટ ઝોન આવે છે. જેથી રથયાત્રામાં વસ્તી માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રથયાત્રા અંગે રાજ્ય સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથી.  પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ અને તમામ વિભાગો પાસે આ અંગે ફીડબેક મંગાવ્યો છે. હાલમાં રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.’ આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહીં તે ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. આઈબીનો રથયાત્રાના સદર્ભે આપેલા રિપોર્ટ બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સરકાર ચિંતિત છે.  

સંબંધિત સમાચાર

Next Article