લોકડાઉનથી ગુજરાતને 1.63 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

મંગળવાર, 16 જૂન 2020 (20:01 IST)
ગુજરાતમાં લોકડાઉનના કા૨ણે આર્થિક પિ૨સ્થિતિની સમીક્ષા ક૨વા ૨ચવામાં આવેલી હસમુખ અઢીયા કમીટી દ્વારા સુપ્રત કરાયેલા રીપોર્ટમાં ગુજરાતની ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી)ને રૂા.૧.૬૩ લાખ કરોડનું નુક્સાન ગયુ હોવાનો અંદાજ મુક્વામાં આવ્યું છે અને સાથોસાથ એ પણ જણાવાયુ છે કે ગુજરાતનો વિકાસ દ૨ કે જે ૧પમાં નાણાપંચ દ્વારા ૧૩.૩૨ ટકા આક૨વામાં આવ્યો હતો તે ફક્ત બે મહિનાના લોકડાઉનમાં રાજયના વ્યાપા૨ ધંધાને જે મોટો ફટકો પડયો છે. તેના કા૨ણે રાજયના વિકાસ દ૨ ઘટીને પાંચ ટકા થઈ જશે કમીટી દ્વારા રાજયના અર્થતંત્રને ફરી દોડતુ ક૨વા માટે જે વિકલ્પો આપવામાં આવ્યા છે તેમાં સૌથી પ્રથમ રાજય સ૨કારે પેટ્રોલ-ડિઝલમાં રૂા.બેનો વધારો ઝીંકીને આવક વધા૨વા માટે પ્રયત્ન ર્ક્યો છે અઢીયા કમીટીના સંપૂર્ણ રીપોર્ટમાં એક ચેપ્ટ૨ ગુજરાત રાજયના જીડીપીને થયેલા નુક્સાનનું લખવામાં આવ્યું છે અને જણાવાયુ છે કે બે માસના લોકડાઉને રૂા.૧.૬૩ લાખ કરોડનું નુક્સાન ર્ક્યુ છે.કમીટીએ અંદાજે રાજયના ૧૭ ક્ષેત્રોની માહિતી પ૨થી આ અંદાજ મુક્યો છે. રીપોર્ટ જણાવે છે કે પ્રાયમરી સેકટ૨ કે જે કૃષિ, પશુપાલન, જંગલ, ફિશીંગ, માઈનીંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે ત્યાં ૦.૧૭ લાખ કરોડનું નુક્સાન ગયું છે. જયારે સેકન્ડરી સેકટ૨ તરીકે ઓળખાય છે અને તેમાં વિજળી, ગેસ, પાણી પુ૨વઠો અને અન્ય ઉપભોક્ત સેવાઓ અને બાંધકામનો સમાવેશ થાય છે. ત્યાં ૦.૯પ લાખ કરોડનું નુક્સાન થયું છે. જયારે ટેરેટરીયલ સેકટ૨ તરીકે ઓળખાતા રોજિંદા વ્યાપા૨ ધંધા રીપેરીંગ સર્વિસ, હોટલ એન્ડ રેસ્ટોરાં, રેલ્વે, ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ, સંદેશા વ્યવહા૨, પ્રસા૨ણ, નાણાકીય સેવાઓ, રીયલ એસ્ટેટ, જાહે૨ વહીવટ અને અન્ય સેવાઓને રૂા.૦.પ૧ લાખ કરોડનું નુક્સાન થયું છે. માર્ચ-૨૦૨૦માં ૧૦ દિવસ લોકડાઉન ૨હયું હતું અને તેથી ૨૦૧૯-૨૦ના વર્ષમાં આ નુક્સાન ૦.૨૭ લાખ કરોડનું થયું છે. ગુજરાતમાં તે વર્ષે ૧૬.૩૬ લાખ કરોડની જીડીપી ૨હેશે તેવું જણાવાયું છે જયારે વાસ્તવિક રીતે કોરોના અગાઉ તે રૂા.૧૬.૬૩ લાખ કરોડનો જીડીપીનો અંદાજ મુકાયો હતો. પ૦ દિવસના લોકડાઉનમાં એપ્રિલ અને મે માસનો સમાવેશ થાય છે અને તેમાં ૧.૩૬ લાખ કરોડનું નુક્સાન થયું છે. રાજયમાં રાજકોષીય ખાધ કે જે બજેટમાં રૂા.૩૩,પ૩૬ કરોડની અંદાજવામાં આવી હતી. જયારે રાજયનું દેવું રૂા.૩.પ૯ લાખ કરોડનું ૨હેશે તેવો અંદાજ હતો. તે હવે આગામી સમયમાં વધી જશે. હસમુખ અઢીયા કમીટીએ જણાવ્યું કે રાજય સ૨કારે લોકડાઉનથી જે અસ૨ થઈ છે તેને ભ૨પાઈ ક૨વા માટે લાંબાગાળાના પગલા લેવા જરૂરી બનશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર