Ram Mandir In Amreli - અમરેલી જિલ્લાના જાર ગામમાં વર્ષો પહેલાં રામ મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિર માટે એક મુસ્લિમ પરિવારે જમીન આપી હતી. તૌકતે તોફાનથી મંદિરને નુકસાન થયું હતું, પરંતુ હવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદિરના ઉદઘાટન પ્રસંગે સંત સમાજ હાજર રહ્યો હતો ત્યારે ભાજપના નેતા દિલીપ સંઘાણી અને કોંગ્રેસના દિવંગત નેતા મુમતાઝ પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
વર્ષો જૂના રામજી મંદિર તાઉતે વાવાઝોડા માં સાવ જર્જરીત થઈ જતા આ મંદિર ને વિશાળ મંદિર સ્થપાઈ ને તેમાં સંતો મહંતો ને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહીને જો ચાર ચાંદ લગાવે તેવી ધગશ દાઉદભાઈ અને તેમના ભાઈઓ અને ભત્રીજાઓને હતી ને જમીન સાથે રામજી મંદિર નિર્માણ કાર્ય સતાધાર ના મહંત પૂજ્ય વિજયબાપુના વરદહસ્તે કરાવીને આજે રામલલ્લા ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામાયણી કથાકાર મોરારિબાપુ, જૂનાગઢ શેરનાથ બાપુ, વિજયબાપુ ની પ્રેરક હાજરી વચ્ચે આજે એક ધર્મસભા દાઉદભાઈ લલિયા મુસ્લિમ હોવા છતાં યોજીને દરેક સંતો અને રાજકીય મહાનુભાવો આજના હિન્દુ મુસ્લિમ વચ્ચેના ભેદભાવ વાળા વાતાવરણ વચ્ચે સોનેરી સુંગધ સમાન દાઉદભાઈ લલીયાએ હિન્દુ સમાજ ગૌરવ લઈ શકે અને મુસ્લિમ પરિવારે ભગવાન રામ નું મંદિર સ્થાપીને અર્પણ કર્યું ત્યારે દાઉદભાઈ પણ હર્ષિત થઈ ગયા હતા