Rajkot બન્યું સ્માર્ટ સિટી

Webdunia
શુક્રવાર, 23 જૂન 2017 (13:54 IST)
છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી રાજકોટ મ્યૂનસીપલ કો. કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી સ્પર્ધામાં ભાગ લે છે. પ્રથમ બે તબક્કામાં રાજકોટ આ સ્પર્ધામાંથી નિકળી ગયુ હતુ. દરમિયાન વર્તમાન મ્યૂનસીપલ કમિશ્નર બંછાનિધી પાનીએ ત્રીજા તબક્કામાં રૈયા ડેવલપમેન્ટ સ્કીમ  સહિતની યોજનાનો ઉમેરો કરી અને જે ક્ષતિઓ અગાઉ રહી ગયેલ. તેમા સુધારાઓ કરીને ઝીણવટ ભર્યો સ્માર્ટ સીટી પ્રોજેકટ કેન્દ્ર સરકારમાં રજુ કર્યો હતો. આજે કેન્દ્રીય મંત્રી વૈંકેયા નાયડુ દ્વારા સવારે 11 વાગ્યે દેશના 100માંથી પ્રથમ 30 શહેરોને 'Smart city ' જાહેર કર્યા હતા. જેમા રાજકોટનુ નામ ત્રીજા ક્રમે જાહેર થતા રાજકોટ કોર્પોરેશનના ઈતિહાસમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે અને રાજકોટના વિકાસના દ્વાર ખુલ્યા છે. હવે શહેરના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 1000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેમાથી સ્માર્ટ સીટી પ્રોજેકટમા રહેલા રસ્તા, કોમ્યુનીટી હોલ, રૈયા ડેવલોપમેન્ટ, ઓવરબ્રીજ, ગ્રીન બિલ્ડીંગ સહિતની યોજનાઓ સાકાર થઈ શકશે. તસ્વીરમાં સ્માર્ટ સીટીની સ્પર્ધાનું પરિણામ જાહેર કરવા દિલ્હીમાં યોજાયેલલ સમારોહમાં રાજકોટના મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે દર્શાય છે. નોંધનીય છે કે પૂર્વ મ્યૂનસીપલ કમિશ્નર વિજય નેહરાએ સ્માર્ટ સીટીનો પાયો નાખ્યો હતો જે આજે મૂર્તિમંત થયો છે.
Next Article