પારડી ગામમાં સરકારી શાળા ચાલુ રાખીને 100 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યાં

Webdunia
શનિવાર, 2 મે 2020 (15:31 IST)
કોરોના વાઈરસની મહામારીને અટકાવવા તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શળામાં લોકડાઉનના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન અને વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળા ચાલુ રાખીને 100 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા.

પારડી ગામની પ્રાથમિક શાળાના વાઈરલ વીડિયો મામલે રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. રાજકોટ કલેક્ટરે તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને બોલાવ્યા હતા. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. લોધિકા તાલુકાની પારડી ગામે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને શાળા બહાર પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો છે અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધો-1થી 8ના 100 જેટલા વિદ્યાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવતા તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાળામાં બોલાવવા બાબતે શાળાના આચાર્યએ મૌન સેવ્યુંK છે. લોધિકા તાલુકાની પારડી ગામની સ્કૂલનો વીડિયો ગામ લોકોએ વાઈરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ડીડીઓ અનિલ રાણા વસીયાએ જણાવ્યું હતું કે, પ્રિન્સિપાલને રૂબરૂ બોલાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. કોને પૂછીને સ્કૂલ શરૂ કરી હતી અને બાળકોને શું કામ બોલાવ્યા, તે તમામ સવાલના જવાબ પૂછવામાં આવશે અને લોકડાઉ ભંગ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે. શિક્ષકોએ પાસેથી જાણવા મળ્યા મુજબ પ્રશ્નપત્રો બાળકોને ઘરે જઇને આપવાના હોય છે, છતાં પારડીની સ્વામી વિવેકાનંદ સ્કૂલ જેવી કેટલીક શાળાઓ બાળકોને શાળાએ બોલાવે છે. તમામ ટીપીઇઓ શાળાના આચાર્ય પાસેથી પ્રમાણપત્ર મેળવે કે, આ કામ માટે પરિપત્રની સૂચના પ્રમાણે જ કામગીરી કરી છે. દર્શાવેલ શાળાની ટીપીઇઓ તપાસ કરીને તેની ફાઇલ તૈયાર કરે.
 
 

સંબંધિત સમાચાર

Next Article