સુરતમાં 651 દર્દીઓ, 25 લોકોનાં મોત,2201 ક્વોરન્ટીન હેઠળ

શનિવાર, 2 મે 2020 (14:51 IST)
મહાનગર પાલિકાના જણાવ્યાં પ્રમાણે હાલ 651 દર્દીઓ પોઝિટિવ તરીકે નોંધાયા છે. જેમાંથી 25ના મોત નીપજ્યાં છે જ્યારે 2201 લોકોને ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યાં છે. 94 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હોવાથી તેમને હોસ્પિટલથી રજા અપાઈ છે. આજની સ્થિતિએ ૧૭૯૪ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને સમરસના કોવીડ કેર સેન્ટરમાં ૨૦૦ લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે. વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૪૦૭ લોકો છે.

માસ્ક ફરજીયાતપણે પહેરવા.સામાજિક અંતર જાળવી રાખવુ અને ત્રીજુ વારંવાર ૪૦ સેકન્ડ સુધી હાથ ધોઈશુ તો આપણે કોરોનાને હરાવી શકીશુ. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે, સ્લમ એરિયામાં ૨૬ ફિવર ક્લિનિક ચાલુ કવામાં આવ્યા છે. તથા ૮૬ હેન્ડવોશીંગ મશીન મુકવામાં આવ્યા છે. ૯૧૮ સર્વે ટીમ કામ કરી રહી છે. પાંચમા રાઉન્ડનું ડોર ટુ ડોર સર્વેલ્ન્સ ચાલુ કરવામાં આવ્યું છે તેમ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર