રાજકોટના ઉદ્યોગપતિએ પુત્રના લગ્નમાં બનાવી 4 કિલો 280 ગ્રામ કંકોત્રી, વિશ્વની સૌથી મોટી હોટલ થઇ બુક

Webdunia
શનિવાર, 13 નવેમ્બર 2021 (14:13 IST)
ગુજરાતમાં વેપારીઓનો દેશ વિદેશમાં ડંકો વાગે છે. આ વેપારીઓ માત્ર બિઝનેસમાં જ નહી પણ કંઇક નવું કરવા અને જાહોજહાલી માટે પણ જાણિતા છે. ત્યારે રાજકોટના ઉદ્યોગપતિએ પોતાના પુત્રના લગ્નમાં અનોખી રજવાડી કંકોત્રી બનાવી છે. જેનું વજન 4 કિલો 280 ગ્રામ છે. રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલના પુત્ર જયના લગ્ન મોરબીના જાણિતા ઉદ્યોગપતિની પુત્રી હેમાંગીના લગ્ન આગામી 14 નવેમ્બરે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવવાના છે.   
મૌલિશભાઇએ પોતાના પુત્રના લગ્નમાં 7 પાનાની લગ્નની કંકોત્રી તૈયાર કરી છે જેનો ખર્ચ 7 હજાર રૂપિયા છે. આ કંકોત્રીમાં કાજુ, બદામ, કિશમીશ અને ચોકલેટ મુકવામાં આવ્યા છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યા છે. 
 
જયના લગ્ન જોધપુરની જાણિતી હોટલ 'ઉમેદભવન' ખાતે યોજાવવાના છે. આ લગ્ન પ્રસંગમાં ત્રણ દિવસનો કાર્યક્રમ રહેશે. જેમાં તારીખ 14, 15, 16 નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ આખા બુક કરવામાં આવ્યા છે. 14મી નવેમ્બરે મહેંદીનો કાર્યક્રમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે તેમજ રાત્રિના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપવાના છે. 
15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાશે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે.
 
આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતા અજિતભવન પેલેસના તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્ન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે. ઉમેદભવન પેલેસ રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે.

સંબંધિત સમાચાર

Next Article