કદાચ રાજકોટના અનેક શોખીનોને એ જોઈ-જાણીને આઘાત લાગ્યો હોત કે પોતે જેની પાસે ‘હોંલે હોંલે’ હળવે હાથે બોડી મસાજ કરાવી આવ્યા એ યુવતીઓ ખરેખર તો ભડભાદર જુવાનિયા છે! વારંવાર થાઈલેન્ડ કે પટાયા જઈ આવ્યા હોય એને બાદ કરતાં લગભગ તમામ માટે આ વાત આંચકારૂપ હોઈ શકે છે. બન્યું એવું કે ગત રવિવારે ક્રાઈમ બ્રાન્ચે શહેરના એક સાથે 40 સ્પા પર છાપા માર્યા હતા કેમ કે અહીં હ્યુમન ટ્રાફિકિંગ સહિત ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની અનેક ફરિયાદ હતી. પોલીસને જો કે આ સ્પા સેન્ટરોમાં દેહવિક્રયની કુપ્રવૃત્તિ તો માલૂમ ન્હોતી પડી પરંતુ સ્પા સંચાલકો પાસે લાયસન્સ છે કે કેમ, જે યુવતીઓ કામ કરે છે તેની સાથે કરાર થયા છે કે કેમ, પોલીસ વેરિફીકેશન કરાવ્યું છે કે નહીં એ તમામ મુદ્દે તપાસ કરતાં 12 સ્પા સેન્ટરમાંથી 41 યુવતીઓ એવી મળી આવી જે અહીં ટૂરિસ્ટ વિઝાની આડમાં આવી હતી અને પછી રોકાઈ ગઈ હતી. આમાંથી 41 યુવતી થાઈલેન્ડની, 3 રશિયન અને એક કઝાકિસ્તાનની છે. હવે જો કેસ કરાય તો પાસપોર્ટ જપ્ત કરવા પહે અને એ તમામને ક્યાંય સુધી અહીં જ રહી જવાનું ફાવતું મળી જાય. આથી તેને ડિપોર્ટ કરવા નિર્ણય લેવાયો અને તે માટેની ઘણીખરી કામગીરી પૂરી થઈ ગઈ છે. બે-ત્રણ દિવસમાં જ કદાચ ડિપોર્ટ કરાઈ શકે પરંતુ આ દરમિયાન તેમના પાસપોર્ટ વેરિફીકેશનની ઔપચારિકતા આદરી ત્યારે પોલીસને માલૂમ પડ્યું કે 41માંથી 6 ગર્લ્સ ખરેખર બોયઝ છે અને લીંગ પરિવર્તન કરાવીને છોકરી બન્યા છે !