ભરશિયાળે ચોમાસું જામ્યું, દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી કરા વરસ્યા

Webdunia
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (12:48 IST)
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટવા લાગ્યું છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ ત્યારે છે ત્યારે બપોરે બાદ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હાલમાં ગુજરાતમાં બેવડી સિઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષીણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે માવઠું પડ્યું હતું.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં છેવાડાના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે આજે સર્વત્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જામ્યું હતું અને ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડ્યા હતા.

જોકે માવઠાના લીધે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જેને કારણે 18 અને 19 ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. 18થી 21માં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા વાદળોના લીધે ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી કમોસમી વરસાદ પડી શકે છે.

વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતાઓ રહેશે.

સંબંધિત સમાચાર

Next Article