ગુજરાતમાં 170 તાલુકાઓમાં વરસાદ થયો, ભૂજમાં સોથી વધુ સાત ઈંચ

Webdunia
ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (12:16 IST)
રાજ્યમાં 169 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાં પણ વરસાદ માટે તરસતા કચ્છના ભુજમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. ભુજ શહેરમાં સાત ઇંચ પડ્યો છે. જ્યારે પાટણના હારીજમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઘોઘા અને કચ્છના ભચાઉમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદના ધોળકા અને રાજકોટના ઉપલેટામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. વડોદરા, જામનગરના કાલાવડ અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ચોર્યાસીમાં 1.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

ધીમીધારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ચોર્યાસીમાં 1.4, વલસાડમાં 1.2, ગણદેવીમાં 1.1, સુરત અને માંગરોળમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ વાતાવરણ સાથે ધીમીધારે વરસાદ પડ્યો છે. હળવા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે વરસાદી વાતાવરણ અને ધીમીધારના વરસાદના પગલે આહલાદક વાતાવરણ સર્જાયું છે.

સંબંધિત સમાચાર

Next Article