અમદાવાદ, ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૪ દિવસ સામાન્ય વરસાદ રહેશે. પરંતુ ૨૨ ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ૨૨ ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮ તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ૨૨ ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ ૨ ઇંચ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં પડ્યો છે.