14મી ફેબ્રુઆરી રાહુલ ગાંધી વલસાડમાં જનસભા સંબોધશે

Webdunia
બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (12:15 IST)
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવા અત્યારથી કમર કસી છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણને પગલે આગામી 14મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ વલસાડમાં જનસભા સંબોધીને લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા અથવા પાટણમાં રાહુલ ગાંધીની જનસભા યોજવા નક્કી કર્યુ હતું. પણ સોમવારે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સાથે યોજાયેલી બેઠકમાં આખાય કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાંય વખતથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી,જંગલની જમીન,પાણી સહિતની સમસ્યા ઉપરાંત સાગરમાલા પ્રોજેક્ટને  લઇને આદિવાસીઓ સરકાર સામે લડી રહ્યાં છે.  આ જોતાં કોંગ્રેસે તેનો રાજકીય લાભ ખાટવા દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધીની જનસભા  યોજવા નક્કી કર્યુ છે. વલસાડમાં એક વિશાળ જનસભા આયોજીત કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

Next Article