રાહૂલ ગાંધી પર થયેલા હૂમલાની તપાસ ADGP મોહન ઝાને સોંપવામાં આવી

Webdunia
શનિવાર, 5 ઑગસ્ટ 2017 (12:38 IST)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતાં ત્યારે તેમનો વિરોધ કરવા કાળા વાવટા બતાવ્યા હતા અને ધાનેરા એપીએમસી પાસે તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો.

આ ઘટનામાં એસપીજીના એક જવાનને ઈજા થઈ હતી.  આ ઘટના અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાની તપાસ ADGP મોહન ઝાને સોંપવામાં આવી છે.સરકારે કહ્યું કે અમે ગાંઘીને બુલેટપૃફ કારની ઓફર કરી હતી પણ તેમણે તેની અવગણના કરી હતી. જયારે પોલિસ પણ આ ઘટનામાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવી રહી છે.  
Next Article