દરેક માતા પિતા માટે જરૂરી સમાચાર - ઓનલાઈન અભ્યાસ દરમિયાન 12 વર્ષના બાળકને લાગી પોર્ન વીડિયોની લત, તેને જોઈને 6 વર્ષની બાળકી સાથે કર્યો રેપ

Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (15:26 IST)
આ સમાચાર લાખો માતા-પિતા માટે મોટી ચિંતાનું કારણ ઉભુ કરનારા છે, જેમના બાળકો ઓનલાઇન અભ્યાસ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. રાયસિંગ નગરના એક ગામમાં ચાર દિવસ પહેલા એક 12 વર્ષના છોકરાએ તેની  6 વર્ષની બહેન પરબળાત્કાર ગુજાર્યો હતો. શુક્રવારે પોલીસે બાળકને કસ્ટડીમાં લીધો હતો.
 
શરૂઆતી તપાસમાં ખુલાસો થયો છે કે બાળક મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો જોતો હતો અને તેને આ લત ઓનલાઈન અભ્યાસ દરમિયાન લાગી. પોર્ન વીડિયો જોયા પછી તેના મગજમાં નેગેટિવિટી આવતી ગઈ અને તેને નાનકડી વયમાં શરમજનક ઘટનાને અંજામ આપી દીધો. 
 
આરોપી કક્ષા 6 નો વિદ્યાર્થી 
 
શરૂઆતી પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે આરોપી ધોરણ 6 નો વિદ્યાર્થી છે. કોરોનાને કારણે તે એક વર્ષથી શાળામાં જતો નહોતો અને પોતાના પિતાના મોબાઈલ ફોન પર જ અભ્યાસ કરતો હતો. મોબાઈલ પર અભ્યાસ કરતા કરતા જ તેને અશ્લીલ વીડિયો લિંક આવી, જેના પર અજાણતા જ ક્લિક કરી દીધુ. ત્યારબાદ તે પોર્ન વીડિયો જોવાનો આદિ થઈ ગયો. 
 
બાળકો પર પેરેંટ્સ કેવી રીતે નજર રાખે 
 
એપ્સ દ્વારા - મોબાઈલ ફોનમાં જો બાળકો પોર્ન જોઈ રહ્યા છે તો હિસ્ટ્રી ડિલીટ કરવી પણ જાણતા હશે.  આવા સમયે તમારી મદદ કેટલાક ખાસ એપ્સ કરી શકે છે. ધ્યાન રાખો કે આ એપ્સનો ઉપયોગ ત્યા સુધી ન કરો જ્યા સુધી તમને સંપૂર્ણ વિશ્વાસ ન થઈ જાય કે તમારુ બાળક કંઈક ખોટુ જોઈ  રહ્યુ છે.  Covenant Eyes, Kids Place – Parental Control, Abeona – Parental Control & Device Monitor જેવા એપ્સ છે જએ આવુ કરવામાં તમારી મદદ કરી શકે છે. 
 
કુકીઝ દ્વારા - ક્રોમ બ્રાઉઝરમાં જઈને સેટિંગમાં જાવ. તેમા સ્ક્રોલ કરીને નીચે આવો અને Site Setting ઓપ્શન પર ટેપ કરો. અહી જઈને કુકીઝ (Cookies)  ઓપ્શન ઓન કરી દો. ત્યારબાદ સર્ચ હિસ્ટ્રી ડિલીટ થવા છતા તમને જાણ થઈ જશે કે ફોનમાં કેવી સાઈટ્સ જોવામાં આવી છે. કુકીઝ યુઝર કુકીઝ યુઝર દ્વારા વિઝિટ કરવામાં આવેલ સાઈટ્સ, એક્ટિવીટી અને કોઈ વેબસાઈડ પર સ્પેંડ કરવાનો સમયની ઈંફોર્મેશન સેવ કરે છે. પછી તમે જોઈ શકો છો કે તમારા બાળકોએ કેવા કેવા પ્રકારની સાઈટ્સ જોઈ. 
 
ભારતમાં 96% બાળકો મોબાઈલ વાપરે છે. 
એક કાર્ટૂન ચેનલની રિસર્ચ મુજબ ભારતમાં 96% બાળકો એવા ઘરોમાં રહે છે જે મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે તેમાથી 73% મોબાઈલ ફોન યૂઝર બાળકો છે અને તેઓ રોજ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article