ગુજરાતમાં 12 વાગ્યા સુધી જ ગરબા આયોજન કરવાના નિયમમાં રાજ્ય સરકારે છૂટ જાહેર કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે ખેલૈયાઓ ગુજરાતની સંસ્કૃતિના ભાગરૂપ એવા રાસ ગરબાનો આનંદ વધુમાં વધુ સમય સુધી લઇ શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને સૂચન કર્યું છે. સંઘવીએ કહ્યું કે પોલીસને ખાસ તાકીદ કરવામાં આવી છે કે કોઇપણ ખેલૈયાઓને કે ગરબા રસિકોને કોઇ અગવડ ન પડે અન્યથા ખોટી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે.
આ સમાચારોને લઈને ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ખુશીની લાગણી ફેલાઈ હતી. પરંતું નાગરિકોએ હાઈકોર્ટમાં રજૂઆત કરતા મોડી રાત સુધી ગરબા રમવા અંગે હાઈકોર્ટે હવે સ્પસ્ટ સૂચના આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, લાઉડ સ્પીકરો મોડે સુધી ચાલુ રહેતા લોકો પરેશાન થતા હોવાની ફરિયાદ કરાઈ છે. હવે કોઈ નાગરિકની ફરિયાદ આવશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. પોલીસે અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી નીભાવવી પડશે. હાઈકોર્ટમાં ધ્વની પ્રદૂષણ ફેલાતું હોવાની પણ ફરિયાદ કરાઈ છે. ત્યારે કોર્ટના આદેશ બાદ હવે રાતના બાર વાગ્યા બાદ પોલીસ કાર્યવાહી કરે તો નવાઈ નહીં. ટ