ટ્રેનો ફૂલ તો બસોમાં 1600 થી 2000 રૂપિયા ભાડું આપીને યૂપી જઇ રહ્યા છે લોકો

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (09:25 IST)
દેશમાં વધી રહેલા કોરોનાને લઇને લોકડાઉનનો ખતરો મંડરાઇ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં 15 એપ્રિલ અને 26 એપ્રિલના રોજ બે તબક્કામાં પંચાયતની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત લગ્ન પણ 22 એપ્રિલથી શરૂ થનાર છે. એવામાં ટ્રેનો ફૂલ થતાં લોકો બસો દ્રારા ગામડે જઇ રહ્યા છે. પહેલીવાર સીઝનમાં ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં બસો ચાલી રહી છે. 
 
ટ્રાવેલ્સના વેપારીઓને જણાવ્યું કે આ વખતે અમે યૂપી જિલ્લા માટે બસ ચલાવી રહ્યા છે. પ્રયાગરાજ, જૌનપુર, પ્રતાપગઢ, બલિયા, વારાણસી, ગોરખપુર, ચંદૌલી, ભદોહી સહિત વિભિન્ન જિલ્લા માટે બસો દોડાવવામાં આવી રહી છે. પૂર્વાંચલ જિલ્લા માટે પ્રતિ યાત્રી ભાડું 1600 થી 2000 રૂપિયા છે. જ્યારે બિહારના સાસારામ, પટના, ભાગલપુર સહિત ઝારખંડના વિભિન્ન જિલ્લા માટે ભાડું 2300 રૂપિયા છે. 
 
ખાનગી બસો સંચાલકોએ જણાવ્યું કે દરેક બસમાં 40 થી 50 સીટોની સુવિધા છે. અમે 90 યાત્રીઓને લઇને જઇ રહ્યા છે. દરોરોજ બુકિંગ આવી રહી છે અને બસો સંપૂર્ણ ફૂલ થઇને જઇ રહ્યા છે. તાપ્તી ગંગા ટ્રાવેલ્સએ જણાવ્યું કે ડબલ સ્પીલર સીટ પર પાંચ મુસાફરો લઇ જશે. બસો પાંડેસરા, ગોડાદરા, આસપાસ, કડોદરાથી રવાના થઇ રહી છે. 
 
મુસાફરોએ જણાવ્યું કે અમે પ્રયાગરાજ જઇ રહ્યા છે. બસનું 1700 રૂપિયા ભાડું ચુકવ્યું છે, કારણ ટ્રેનની ટિકિટ મળી રહી નથી. ઘરન એક સભ્ય ચૂંટણી લડતા હોવાથી તેમને મત આપવા માટે ગામડે જઇ રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article