માર્ગ અકસ્માત - પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ખાઈમાં પડી, 23ના મોત, 39 ગંભીર રૂપે ઘાયલ

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (22:39 IST)
પાકિસ્તાનમાં શુક્રવારે એક માર્ગ અકસ્માતમા 23 લોકોના મોત થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ દુર્ઘટના બલૂચિસ્તાનના ખુજદાર જીલ્લામાં થઈ. અહી શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ઊંડી ખાડીમાં પડી, 18 લોકોની ઘટનાસ્થળ પર મોત થઈ ગયા, જ્યારે કે 5 એ હોસ્પિટલમાં દમ તોડ્યો. 39 લોકોની હાલત ગંભીર બતાવાય રહી છે. પોલીસ મુજબ બસ ડ્રાઈવરે સાંકડા રસ્તા પર ઝડપથી બસ ટર્ન કરવાની કોશિશ કરી, આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કંટ્રોલ ગુમાવ્યો અને બસ ખીણમાં જઈ પડી. 
 
પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે એક ટ્રેન દુર્ઘટના પણ થઈ હતી જએમા 67 લોકોના મોત થયા હતા, જયારે કે 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હટના ખરાબ રેક ટ્રેકને કારણે થઈ હતી. 
 
દરગાહ પર જઈ રહ્યા હતા શ્રદ્ધાળુ 
 
ડૉન ન્યુઝ મુજબ ખુજદાર જીલ્લામાં આ દુર્ઘટના શુક્રવારે સવારે બની. બલૂચિસ્તાનના વાઘ ક્ષેત્રના લોકો સિંઘ દાદૂમાં એક દરગાહ પર જિયારત માટે જઈ રહ્યા હતા. લગભગ ચાર વાગે બસ ડ્રાઈવરે એક શાર્પ ટર્ન અને અ દરમિયાન તે કંટ્રોલ ગુમાવી બેસ્યો.   દુર્ઘટના સમયે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા.  આસપાસના લોકોએ ચીસો સાંભળીને તેમની મદદ કરી. ખીણમાં પાણી હતુ, તેથી મદદ મોડેથી પહોંચી.
 
સ્ટાફ મામુલી ઘવાયો 
 
એક બસ મુસાફરે જણાવ્યું હતું કે આ ઘટનામાં બસનો સ્ટાફ સલામત છે. ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ મુસાફરના કહેવા મુજબ, તેણે અકસ્માત પૂર્વે અનેક વાર ડ્રાઇવરને બસ કાળજીપૂર્વક ચલાવવા કહ્યું હતું, કારણ કે આ માર્ગ ખૂબ જ મુશ્કેલ છે અને ઘણી જગ્યાએ શાર્પ વળાંક છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે ડ્રાઈવર જોખમી રીતે વાહન ચલાવતો હતો અને અકસ્માત સમયે મ્યુઝિક ખૂબ જોરથી વાગતુ હતું. બનાવની તપાસ ચાલી રહી છે. ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article