મહારાષ્ટ્રના નાસિકમાં ચોંકાવનાર દાવો સામે આવ્યુ છે. જ્યાં એક વ્યક્તિ કોરોનાની બીજી ડોઝ લગાવ્યા પછી કહ્યુ કે તેના શરીરમાં સ્ટીલ અને લોખંડની વસ્તુઓ ચોંટી રહી છે. આ વ્યક્તિનો નામ અરવિંદ સોનાર છે. તેમનો દાવો છે કે તેમના શરીર પર સ્ટીલના ચમચી, પ્લેટ અને વાસણ ચોંટી રહ્યા છે.
ત્યાં અરવિંદ સોનાર અને તેમના પરિવાર આ જાણવા ઈચ્છે છે કે આખરે શરીરમાં આ ફેરફાર કેવી રીતે આવ્યો. આ બાબત પર મહારાષ્ટ્ર અંધવિશ્વાસ નિર્મૂલન સમિતિ જે અંધવિશ્વાસ, કર્મકાંડના વિરૂદ્ધ કામ કરે છે. તેણે દાવો કર્યુ કે આ બાબત સામાન્ય છે. શરીર પર જ્યાં વાળ નહી હોય ત્યાં વાસણ અને પ્લાસ્ટીકની વસ્તુઓ ચોંટી શકે છે.
જણાવીએ કે સોશિયલ મીડિયા પર પણ છેલ્લા કેટલાક લોકોએ હેશટેગ ચલાવ્યો કે કોરોના વેકસીનથી શરીરમાં કોઈ એવી ધાતુ કે ચિપ નખાઈ રહી છે જેના કારણે હાથમાં વેક્સીન વાળી જગ્યા પર ચુંબક ચોંટી જાય છે. આવુ કહેતા લોકોએ વેક્સીન વાળા હાથમાં ચુંબક ચોંટાડીને વીડિયો પણ બનાવ્યા અને તેને #covidmagnetchallenge જેવા હેશટેગ્સની સાથે ખૂબ શેયર કર્યા.