વડોદરાના શિક્ષકે ઓનલાઇન ક્લાસમાં પોસ્ટ કરી અશ્લીલ ફોટો, વાલીઓએ ચખાડ્યો મેથીપાક

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2020 (10:00 IST)
વડોદરા જિલ્લાના અંકલેશ્વર શહેરમં ઓનલાઇન ક્લાસ દરમિયાન એક ટીચરે વોટ્સએપ ગ્રુપ પર અશ્લીલ ફોટો પોસ્ટ કરી દીધો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા વાલીઓ સીધા સ્કૂલ પહોંચી ગયા અને પોસ્ટ કરનાર શિક્ષકની ધોલાઇ કરી દીધી. સૂચના મળતાં જ પોલીસ સ્કૂલ પહોંચી અને લોકોને શાંત કરાવ્યા. પોલીસે વાલીઓની ફરિયાદ પર ટીચરની ધરપકડ કરી લીધી છે. 
 
અંકલેશ્વરના પદ્માવતીનગરમાં સ્થિત સરસ્વતી વિદ્યા મંદિરમાં હાલ ઓનલાઇન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. ક્લાસ માટે અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ ગ્રુપમાં શાળાના એક શિક્ષક રાકેશ ચૌબેએ બે-ત્રણ અશ્વિલ ફોટા પોસ્ટ કરી દીધા. આ ફોટા જોતાં જ ગુસ્સે ભરાયેલા વાલીઓ સીધા સ્કૂલ પહોંચી ગયા, જ્યાં તેમની જોરદાર ધોલાઇ કરી. પ્રિંસિપાલે શિક્ષકને સ્કૂલમાં કાઢી મુકવાના નિર્દેશ આપ્યા છે. 
 
અશ્લીલ ફોટો પોસ્ટ કરનાર આરોપી ટીચર રાકેશ ચૌબે હાલ બાળકોને કોમ્યુટર, સંસ્કૃત અને અંગ્રેજી વાંચી રહ્યો હતો. આ દરમિયાન કોમ્યુટર ક્લાસના હોમવર્ક આપતી વખતે તેને અશ્લીલ ફોટો પોસ્ટ કરી દીધો હતો.

સંબંધિત સમાચાર

Next Article