બેલ્ઝિયમમાં ફરી લોકડાઉન ગુજરાતના વેપારીઓમાં ચિંતાનું મોજું, જાણો કારણ

બુધવાર, 4 નવેમ્બર 2020 (08:37 IST)
બેલ્ઝિયમમાં ફરીથી કોરોનાના કેસ વધતા સોમવારથી 13 ડિસેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી સુરતના હીરાના વેપારીઓની ચિંતા વધી ગઇ છે. સુરતમાં 50 ટકા રફ ડાયમંડ બેલ્ઝિયમથી જ આવે છે. દિવાળી પર રજા દરમિયાન જે વેપારી મોટા હીરા લેવા બેલ્ઝિયમ જવાના હતા તે હવે જઇ શકશે નહી. 
 
પહેલાં લોકડાઉનની સુરતમાં આવનાર રફ ડાયમંડ અને એક્સપોર્ટેડ પોલિસ ડાયમંડના સ્ટોક પર મોટી અસર પડી હતી. રફ હીરાને પણ 10 થી 15 ટકાના પ્રીમિયમ પર વેચવામાં આવ્યા. જોકે બીજા લોકડાઉનમાં બેલ્ઝિયમ સરકારે હીરાના વેપારની પરવાનગી આપી છે.  
 
પરંતુ ચિંતા છે કે સ્ટોક પ્લસ-માઇનસથી પ્રભાવિત થશે. હીરા ઉદ્યોગપતિ અને ડીઆઇસીએફના નિલેશ બોડકીએ કહ્યું કે સરકારે કેટલીક રાહતો આપી છે, પરંતુ હીરા આપૂર્તિ પ્રભાવિત થવાની આશંકા છે. 
 
પોલિશ હીરાનો મોટાભાગનો વેપાર અમેરિકા પાસે છે. બેલ્ઝિયમમાં લોકડાઉનથી રફ હીરાની ખરીદી પર અસર પડી શકે ચે. લોકો હીરા ખરીદવા ત્યાં જઇ શકતા નથી. ત્યાં પોલીસ હીરાનો વેપાર ફક્ત 6 ટકા છે. એટલા માટે ખાસ અસર નહી પડે. 
 
લોકડાઉન બાદ એક મહિના માટે સુરતના હીરા બજારમાં રફ હીરા નહી ખરીદવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીશ હીરાનું બજાર મજબૂત થયું છે. જો ફરીથી હીરામાં ઘટાડો આવે છે અને પોલીસ હીરાના ભાવ વધે છે તો સીધો હીરા ઉદ્યોગને ફાયદો પહોંચશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર