ગાંધીધામમાં ધોળા દિવસે એક કરોડની લૂંટ ટ્રાન્સપોર્ટરના ઘરમાં પોલીસ બનીને ઘૂસ્યાં

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2023 (08:22 IST)
ગાંધીધામમાં ધોળા દિવસે એક કરોડની લૂંટ -ગાંધીધામના પોશ વિસ્તારમાં વેપારીના ઘરમાં 'પોલીસ છીએ... સીઆઈડી, સીબીઆઈાથી આવ્યાં છીએ' તેમ કહીને ત્રણ લૂંટારા ઘૂસ્યા હતા. મહિલાઓએ સવાલ કરવા પ્રયાસ કરતાં ગુંડાગીરી દાખવતાં હોય તેવી વર્તણૂંક કરવામાં આવતાં મહિલાઓ ડરી ગઈ હતી. પોલીસ તરીકે ઓળખ આપી મિનિટોમાં જ લૂંટ કરી નાસેલા ત્રણ શખ્સોમાં એક લુટારાએ ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યો હતો.
 
હજુ થોડા સમય પહેલા જ ગાંધીધામની આંગડિયા પેઢીમાં બંદૂકના નાળચે લૂંટ ચલાવનાર ઇસમોને ઝડપી લઇ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. આ ઘટના ભૂલાઈ નાથી ત્યાં આંચકારૃપ ઘટનામાં ગાંધીધામના પોશ ખન્ના માર્કેટ વિસ્તાર પાસે ૫૦૦ કવાર્ટર્સના એક ઘરમાં ધોળાદહાડે ઘૂસીને પરિવારને બંદી બનાવી એક કરોડ રૃપિયાની લૂંટ ચલાવાઈ છે. આંચકારૃપ બાબત એ છે કે, માસ્ક પહેરીને ત્રણ લૂંટારા થાર કારમાં આવ્યાં અને મિનિટોમાં જ આસાનીથી લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. ત્રણ માળના રહેણાંક મકાનમાં ભોંયતળિયે રૃમમાં મુલચંદાની પરિવારના ત્રણ મહિલા  અને એક બાળકને બંદી બનાવવામાં આવ્યાં હતાં અને છરી બતાવી અંદાજીત એક કરોડ રૃપિયા ભરેલા બે થેલાની લૂંટ ચલાવી નંબર પ્લેટ વગરની થાર ગાડીમાં આવેલા ત્રણ શખ્સો નાસી જતા ચકચાર પ્રસરી છે. ચોંકાવનારી બાબત એ પણ છે કે, ઘરના બીજા માળે ટયૂશનમાં બેઠેલાં ૨૦ બાળકોને ખબર ન પડે તે રીતે તોસ્તાન રોકડ લઈને લૂંટારા નાસી છૂટયા હતા. ત્રણ લૂંટારા ખૂબ મોટી રકમ નીચેના માળે આવેલા બેડરૃમમાં શેટી પલંગની અંદર મુકેલી રોકડની પાક્કી જાણકારી હોય તે રીતે લૂંટ કરી પલાયન થયાં હતાં. ગાંધીધામ એ ડીવિઝન અને પૂર્વ કચ્છ પોલીસની ટીમો નંબર પ્લેટ વગરની થાર કારની શોધખોળમાં લાગી છે.
 
આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ માથકેાથી મળતી માહિતી મુજબ આ બનાવ ગાંધીધામના ૪૦૦ ક્વોર્ટર મકાન નં. ૭૯માં બન્યો હતો. ગાંધીધામમાં મારુતિ લોજીસ્ટિકના નામે ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવતા મોહનભાઇ ડી. મુલચંદાનીના ઘરના સભ્યો સાંજે ૪ વાગ્યે ઘરે જ હાજર હતા. જે ઘરના ઉપરના રૃમમાં ટયુશન કલાસ ચાલતું હતું. જ્યાંથી ૧૫થી ૨૦ બાળકો અભ્યાસ પણ કરી રહ્યા હતા. જે દરમિયાન એક કાળા કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડીમાં ૩ અજાણ્યા ૨૨થી ૨૬ વર્ષની ઉંમરના ઈસમો ઘરમાં આવી ગયા હતા અને ઘરમાં હાજર રહેલી મહિલાઓને છરી બતાવી રૃપિયા આપવાનું કહેતા ઘરની સેટી પલંગમાં બે અલગ અલગ થેલામાં રાખેલા અંદાજીત એક કરોડ રૃપિયા લઈ નાસી ગયા હતા. ઘરના ઉપરના રૃમમાં જ ટયુશન ચાલતું હતું. પરંતુ કોઈને કઈ ખબર પડે તે પહેલાં જ આ લૂંટને અંજામ આપી ત્રણેય ઈસમો પોતાની કારમાં બેસી નાસી ગયા હતા. જે બનાવની જાણ થતાં પૂર્વ કચ્છ એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સૃથળે ધસી ગયો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે નાકાબંધી પણ કરી નાખવામાં આવી હતી. પરંતુ આરોપીઓની કોઈ ભાળ મળી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધોળા દિવસે આ લૂંટનો બનાવ બન્યો છે. શેરીમાં આવેલા ઘરમાં નાણાં પડયા છે. તે કોઈ જાણ ભેદુને જ ખબર હોઈ શકે તેવી શકયતા વ્યક્ત કરાઈ હતી. તો સૂત્રોએ જણાવ્યું હતું કે, જે નાણાંની લૂંટ ચલાવવામાં આવી છે તે મોહનભાઇના સંબંધીના હતા અને મોહનભાઈને આપ્યા હતા. આ ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મોડી રાત સુાધી તપાસમાં જોતરાયેલી હતી. જોકે આ બનાવના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે ચડયા છે જેમાં કોઈ મહત્વની કડી મળી રહે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, નંબર પ્લેટ વગરની થાર કાર લઈને આવેલા ત્રણ લુટારાએ માસ્ક પહેરેલાં હતાં. ઘરમાં ઘૂસી લૂંટને અંજામ આપનાર ત્રણ શખ્સો ઉપરાંત જાણભેદૂની સંડોવણી હોવાની પોલીસને મજબૂત શંકા છે. નજીકના ભવિષ્યમાં ભરબપોરે લૂંટની ઘટનાના ભેદભરમ ખોલવા અને આરોપીઓને ઝડપી લેવા પોલીસ આશાવાદી છે.
 

સંબંધિત સમાચાર

Next Article