ગુજરાતમાં વકરી આંખની બીમારી

સોમવાર, 17 જુલાઈ 2023 (13:18 IST)
ગુજરાતમાં વકરી આંખની બીમારી -ગુજરાતમાં આંખ આવવાની બીમારી વકરી છે જેમાં વૃદ્ધ અને બાળકોમા સૌથી વધારે આ રોગ થઈ રહ્યુ છે. અમદાવાદ સહિત રાજ્યમાં દર્દી વધ્યા છે. તેમાં કુલ દર્દીમાં 40 ટકા બાળકો છે. દર્દીઓને આંખમાંથી સતત પાણી નીકળ્યાં કરે તથા પીચ આવે તો તબીબી સારવાર જરૂરી હોય છે. 
 
તે સિવાયા સુરત અને ભાવનગરમાં આંખ આવવી એટલે કે કન્જક્ટિવાઇટિસ બીમારી વકરી છે. રોજ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીની લાંબી લાઈન લાગી રહી છે. આ બીમારીનો ચેપ બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી વધી રહ્યો હોવાથી સ્થિતિ ચિંતાજનક બની છે. સુરતમાં રોજ 5થી 7 હજારનાં આંખનાં ટીપાં વેચાઇ રહ્યાં છે.
 
હાલ જે ડોક્ટરો તરફી ઇન્પુટ મળી રહ્યા છે તે મુજબ બીમારી ખૂબ ફેલાઇ છે અને આંખનાં ટીપાંની સાથે અન્ય દવાઓ પણ વેચાઈ રહી છે. 
 
અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં છેલ્લા દસેક દિવસથી રોજના 10થી 12 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, એ પહેલાં રોજ માંડ એકાદ બે કેસ આવતા હતા, એ જ રીતે એસજી હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 15થી 20 કેસ આવી રહ્યા છે, 
 
 
ગુજરાતમાં વકરી આંખની બીમારી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર