નિત્યાનંદ આશ્રમ વિવાદ અંતર્ગત વાલીઓની હાઇકોર્ટમાં પિટિશન

Webdunia
મંગળવાર, 26 નવેમ્બર 2019 (12:24 IST)
નિત્યાનંદ આશ્રમના બાળકોના વાલીઓએ પોલીસ તપાસના નામે બાળકોને ખોટી રીતે ગોંધી રાખી પોર્નોગ્રાફી બતાવતી હોવાનો આરોપ કરતી પિટિશન હાઇકોર્ટમાં કરી છે. જેની સુનાવણી 27 ના રોજ હાથ ધરાશે. પિટિશનમાં આરોપ લગાવાયો છે કે, બાળકોને તેમના વાલીઓ સાથે પોલીસે મળવા પણ દેતી નથી. હાથીજણમાં નિત્યાનંદ આશ્રમમાં ગોંધી રખાયેલા બાળક અને બે યુવતીના ગુમ થવાના કેસની તપાસ વિવેકાનંદનગર પોલીસ કરી રહી છે. પોલીસ તપાસના નામે બાળકો સાથે દુર્વ્યવહાર કરતી હોવાના ગંભીર આક્ષેપો કરતી પિટિશન ગિરીશ રાવે હાઇકોર્ટમાં કરી છે. જેમાં પોલીસ સામે એવો આક્ષેપ કરાયો છે કે, તપાસના નામે પોલીસે બાળકોને ખોટી રીતે ગોંધી રાખ્યા છે. વાલીઓને પણ બાળકો સાથે મળવા દેવાતા નથી. તપાસના બહાને પોલીસ બાળકોને ટોર્ચર કરે છે. તેમજ નિત્યાનંદની અશ્લીલ ક્લીપો અને પોર્નોગ્રાફિક મટિરિયલ્સ બતાવે છે. જેના કારણે બાળકોના માનસપટ પર ગંભીર અસર થાય છે. તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઇ સખત કાર્યવાહી ન કરે તેમજ અભદ્ર વર્તન ન કરે માટે કોર્ટે જરૂરી નિર્દેશ જારી કરે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેવી ફરિયાદની સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને સોંપવામાં આવે તેવી દાદ પણ માંગવામાં આવી છે. ડીપીએસ- ઇસ્ટે રાજ્ય સરકારની એનઓસી ન હોવા છતા સીબીએસઇમાંથી મેળવેલા જોડાણ મુદ્દે વાલી મંડળે સરકારને માંગ કરી છે કે, રાજ્યમાં અન્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ સ્કૂલોના એફિલેશન ચેક કરવામાં આવે. ઉપરાંત ડીપીએસ- ઇસ્ટને સરકારે એનઓસી નહોતી આપી છતા પણ સ્કૂલ અત્યાર સુધી કઇ રીતે ચાલતી હતી તેની પણ તપાસ કરવાની માંગ કરી છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, શિક્ષણ વિભાગના અધિકારીઓને જાણ હતી કે સ્કૂલને સીબીએસઇ સાથેના જોડાણની એનઓસી અપાઇ નથી. શિક્ષણ વિભાગના કોઇ અધિકારીઓનું ધ્યાન શા માટે ન ગયું તેની તપાસ થવી જોઇએ. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવી જોઇએ. 23 નવેમ્બરે સીબીએસઇ દ્વારા ડીપીએસ-ઇસ્ટની માન્યતા રદ્દ કેમ ન કરવી? તેના વિશે ખુલાસો પુછાયો હતો. ગુજરાત શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્કૂલ સાત દિવસમાં તેનો જવાબ સીબીએસઇને મોકલશે. ત્યારબાદ તેમના જવાબના આધારે સીબીએસઇની ટીમ સ્કૂલની મુલાકાત લેશે.

સંબંધિત સમાચાર

Next Article