ટિકીટ નહી મળતાં ભાજપના વોર્ડ પ્રભારીએ શહેર પ્રમુખની ઓફિસમાં ઘૂસીને ભાંડી ગાળો

Webdunia
ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (21:44 IST)
ગુરૂવારે 21 ફેબ્રુઆરીના દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવાની છે. તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં લાગી ગઇ છે. ભાજપે આજે એટલે કે ગુરૂવારે સૌથી પહેલાં રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યાદી જાહેર થતાં જ પાર્ટીમાં વિરોધ શરૂ થઇ ગયો છે. રાજકોટ ભાજપના એક વોર્ડ પ્રભારીને ટિકીટ ન મળતાં તે ગુસ્સે ભરાયા અને શહેર પ્રમુખની ઓફિસ પહોંચીને તેમને ગાળો ભાંડી હતી.  
 
જોકે રાજકોટના વોર્ડનંબર 14 ના પ્રભારી અનિશ જોશીને ટિકીટ મળવાની પુરી આશા હતી. પરંતુ ગુરૂવારે બપોરે જેવી ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી, તેમાં અનિશ જોશીનું નામ ન હતું. લિસ્ટ જોતાં જ અનિશ પોતાની બાઇક લઇને સીધા પ્રમુખ કમલેશ મિરાણીની ઓફિસ પહોંચી ગયા. આ દરમિયના કમલેશ મિરાણીના કેટલાક લોકો સાથે મિટીંગ કરી રહ્ય હતા. ઘટનાસ્થળે હાજર કેટલાક કાર્યકર્તાઓએ અનિશને સમજાવ્યા અને પરત મોકલ્યા. 
 
ટિકીટ ન મળવાને લઇને એક અન્ય વોર્ડના દાવેદાર નરેન્દ્ર રાઠોડે પણ પાર્ટીથી નારાજગી વ્યક્ત કરી છે. નરેન્દ્રનું કહેવું છે કે ભાજપે સીનિયરિટીના અનુસાર ટિકીટનું વિતરણ કર્યું નથી. મને ઘણા નેતાઓએ કહ્યું હતું કે તમને ટિકીટ મળશે, પરંતુ છેલ્લી ઘડીએ મને દગો દીધો. ટિકીટ વહેંચણીને લઇએન અન્ય જગ્યાએ પણ વિવાદ વધવાની આશંકાથી શહેરના ઘણા મોટા નેતા પોતાની ઓફિસ પહોંચ્યા જ નહી. તો બીજી તરફ ઘણા એકમોએ તો મીડિયા સાથે વાત કરવાની ના પાડી હતી.

સંબંધિત સમાચાર

Next Article