ડોન ડાઉદને પકડવા ગુજરાત ATSના વડા સુરોલિયાને RAWમાં લઈ જવા કવાયત

Webdunia
સોમવાર, 2 એપ્રિલ 2018 (16:29 IST)
ડોન દાઉદ ઇબ્રાહીમને પકડવા માટે ગુજરાત એટીએસના વડા એ કે સુરોલીયા, એટીએસના ડીસીપી હીમાંશુ શુકલા અને ડીવાયએસપી કે કે પટેલને RAW માં લઇ જવાની તૈયારીઓ કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા ચાલી રહી છે.  આ અધિકારીઓને મૌખિક રીતે જાણ કરી દેવામાં આવી જ છે. આઇપીએસ એ કે સુરોલીયાની ટીમે જ લતીફનું એન્કાઉન્ટર કર્યુ હતું. તેઓ ક્રાઇમબ્રાંચના ડીસીપી હતા ત્યારે ડોન લતીફ સહિતના અંડરવર્લ્ડમાં હડકંપ મચી ગયો હતો. ગુજરાતમાં ગુંડારાજના નેટવર્કની કમર તોડવામાં મહત્વની કામગરી સુરોલીયાની હતી. તેમણે ૧૦ વર્ષ સુધી જમ્મુમાં બીએસએફમાં મુકી ફરજ બજાવી હતી. તેમની સાથે ડીવાયએસપી કે કે પટેલે પણ મહત્વની ભુમિકા ભજવી હોવાથી તેમણે પણ RAWમાં લઇ જવા માટેની કવાયત હાથ ધરાઈ છે. અંડરવર્લ્ડમાં સુરોલીયાએ કાઠુ કાઢયું હોવાની જાણ વડાપ્રધાન મોદીને પણ હોવાથી એ કે સુરોલીયા દેશ સેવાની વાત હોવાથી માની ગયા છે. છેલ્લા બે મહિનાથી ગુજરાત એટીએસ દ્વારા ગુપ્ત રીતે દાઉદને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યુ છે. તેણે પકડવાની તમામ તૈયારી એ.કે સુરોલીયાના વડપણ હેઠળ ચાલી રહી છે. નજીકના દિવસોમાં આ ટીમ RAWમા જશે તેમાં કોઇ બે મત નથી.

સંબંધિત સમાચાર

Next Article