ગુજરાતનું ગૌરવ, ઇસરો GSAT-6A સેટેલાઇટ કરશે લોન્ચ

Webdunia
ગુરુવાર, 29 માર્ચ 2018 (14:08 IST)
ઇસરો આજે GSAT-6A કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરશે. આ સેટેલાઈટ શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટ ગુજરાતી વિજ્ઞાનીકના નામે બનેલુ છે. જેને વિકાસ એટલે કે વિક્રમ અંબાલાલ સારાભાઇ નામ અપાયુ છે. જેમાં પ્રથમવાર સ્વદેશી એન્જિન વાપરવામાં આવ્યા છે. આ ઉપગ્રહ ઇસરોના GSLV-F8 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. તેની કક્ષામાં સ્થાપિત થયા બાદ 10 વર્ષ સુધી આ ઉપગ્રહ કામ કરશે. GSLV - F8 રોકેટની આ 12મી ઉડાન હશે. આ રોકેટની ઊંચાઇ 49.1 મીટર છે. અને તેનું વજન 415.6 છે. આજે સાંજે  4 કલાક અને 56 મિનિટે  સતિષ ધવન સ્પેસ સેન્ટરના બીજા નંબરના લોન્ચ પેડ પરથી 'GSLV-F8'માં સવાર થઈ ઉપ્રગ્રહ લોન્ચ થશે.

જો કે એન્જિનનું ટેકનિકલ નામ તો 'હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન (HTCE)' છે. જ્યારે ભારત પાસે કંઈ ન હતું, ત્યારે વિક્રમ સારાભાઈએ વૈજ્ઞાનીકોને એકઠા કરીને દેશને અવકાશમાં મહાસત્તા બનવાનું સપનું દેખાડયુ હતુ. ભારતને ક્રાયોજેનિક એન્જીન માટે વિવિધ દેશોએ ટેકનોલોજી આપવાની ના પાડી દીધી હતી. એટલે ભારતએ એન્જિન માટે 2001થી મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું. અને આખરે ગયા વર્ષે એન્જિન તૈયાર થયુ અને તેનું પરિક્ષણ પણ સફળ રહ્યું હતુ. હવે ભારત ક્રાયોજેનિક એન્જિન બનાવી શક્યો હોય એવો અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન અને ચીન પછી છઠ્ઠો દેશ છે.મહત્વનું છે કે ચંદ્રયાન-2 પહેલાં GSLV દ્વારા સેટેલાઈટ લોન્ચિંગની નેટ પ્રેક્ટિસ - ક્રાયોજેનિક એન્જિન ધરાવતો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ છે.GSLV રોકેટમાં પ્રથમવાર સ્વદેશમાં બનેલું  એન્જિન વપરાશે.  આ એન્જિનને ઈસરોએ દુરદૃષ્ટા વિજ્ઞાાની ડો.વિક્રમ સારાભાઈના નામે 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ) નામ આપ્યું છે.' પરંતુ ઈસરોના વૈજ્ઞાનીક નામ્બી નારાયણ પાસે જ્યારે આ એન્જિન બનાવવાની ચેલેન્જ આવી ત્યારે જ તેમણે 1973માં તેને વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ આપી દીધું હતુ.વજનદાર ઉપગ્રહને સ્થિર કક્ષા સુધી લોન્ચ કરવા માટે ભારે રોકેટ જોઈએ,  જેથી  ઈસરો GSLV રોકેટનો ઉપયોગ કરાશે. GSLV એ ભારતનું સૌથી ભારે રોકેટ છે અને હજુ શરૂઆતી તબક્કામાં છે. પરંતુ ભવિષ્યમાં ચંદ્રયાન-2 કે મંગળ મિશન જેવા મહાત્વાકાંક્ષી અવકાશી પ્રોજેક્ટ માટે જીએસએલવી જેવુ સક્ષમ રોકેટ જરૂરી છે. જીએસએલવીની આ ૧૨મી ફ્લાઈટ હશે. સ્વદેશમાં સર્જાયેલું ક્રાયોજેનિક એન્જિન ભારત વરસોથી જીએસએલવીમાં ચાલી શકે એ માટે ક્રાયોજેનિક એન્જીન તૈયાર કરી રહ્યું હતુ. હવે આ એન્જિન બનાવવામાં સફળતા મળી છે. ક્રાયોજેનિક એન્જીન એ અવકાશમાં એન્જીનોમાં વપરાતા વિવિધ એન્જીનો પૈકીનો એક પ્રકાર છે. અત્યંત નીચા તાપમાને જે એન્જીનમાં બળતણ સંગ્રહી શકાય એવું એન્જીન ક્રાયોજેનિક કહેવાય. નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય અને તેનાથી રોકેટનો પ્રવાસ લંબાવી શકાય. ક્રોયોજેનિક એન્જીનને કારણે જ અમેરિકા સેટર્ન રોકેટ સિરિઝ દ્વારા ચંદ્ર સુધી પહોંચી શક્યુ છે.સામાન્ય એન્જીનોમાં અંદર પાંખીયા ફરતાં હોય અને તેના દ્વારા એન્જીનને ધક્કો લાગે, અને વાહન આગળ વધે. પણ ક્રાયોજનિક એન્જીનમાં અંદર કશું ફરતું હોતું નથી. ન્યુટનના ત્રીજા સિદ્ધાંત પ્રમાણે એક દિશામાં ધક્કો લગાવી, બીજી દિશામાં આગળ વધવાનું કામ કરે છે.

સંબંધિત સમાચાર

Next Article