ડાંગમાં 17 હજાર આદિવાસી કિશોરીઓએ રચ્યો ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

Webdunia
ગુરુવાર, 29 માર્ચ 2018 (13:20 IST)
સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ નિર્માણની પહેલ સાથે કુપોષણની બદી દૂર કરવા માટેનો શંખનાદ ફૂંકતા ડાંગ જિલ્લા તંત્રએ, એક સાથે જિલ્લાની 17,701 કિશોરીઓને આયર્નની ગોળી, એક જ દિવસે-એક જ સમયે ગળાવીને, પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઓફ રેકો‌ર્ડ‌્સમાં સ્થાન મેળવ્યું હતું. ઇન્ડિયા બુક ઓફ રેકો‌ર્ડ‌્સના પ્રતિનિધિ વિશ્વદિપ રોય ચૌધરી તથા તેમની ટીમની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગે મુખ્ય મથક આહવા સહિ‌ત વઘઇ, સુબીર અને સાપુતારા ખાતે 28મીએ બરાબર 11 વાગ્યાના ટકોરે જિલ્લાની 17,701 કિશોરીઓને એકસાથે આયર્નની ગોળી ગળાવીને આ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

જિલ્લાની આરોગ્ય સેનાની આ સિદ્ધિને બિરદાવતા ઇન્ડિયા બુક ઓફ રેકો‌ર્ડ‌્સના પ્રતિનિધિ વિશ્વદિપ રોય ચૌધરીએ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જ્યારે હકારાત્મક્તા સાથે, સમાજલક્ષી કાર્ય માટે એકજૂટ થાય છે ત્યારે ધાર્યુ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે તેમ જણાવી, ડાંગ જિલ્લા પ્રશાસનના આ પ્રયાસને બિરદાવ્યો હતો. 

સંબંધિત સમાચાર

Next Article