વિધાનસભામાં મારામારીની ઘટના બાદ જળસંપત્તિ મુદ્દે કોંગ્રેસ ભાજપને ઘેરવા રણનિતી અપનાવશે

Webdunia
શુક્રવાર, 16 માર્ચ 2018 (15:45 IST)
વિધાનસભામાં મારામારી પછી ત્રણ સભ્યો સામે સસ્પેન્શનની આકરી કાર્યવાહીને પગલે કોંગ્રેસ હવે શાસક ભાજપને બરાબર ભીંસમાં લેવા દાવ અજમાવવા લાગ્યો હતો તેમ નર્મદા કલ્પસર યોજનાના મામલે જવાબ માંગવાની સાથોસાથ મતદાનની માંગ મુકશે. વિધાનસભામાં આ વખતે ભાજપ પાસે બહુ મોટી બહુમતી નથી એટલે મતદાનના સંજોગોમાં શાસક જુથમાં પણ દોડધામ થઈ શકે છે. રાજયમાં આ વખતે ઉનાળામાં જળસંકટના ભણકારા છે.ખુદ સરકારે પણ સ્વીકાર્યુ છે નર્મદાની સપાટીમાં આઘાતજનક ઘટાડાની આ હાલત ઉભી થઈ છે.નર્મદામાંથી સિંચાઈ માટે પાણી છોડવાનું બંધ જ કરી દેવાયુ છે

માત્ર પીવા માટે પાણી અનામત રાખવામાં આવ્યુ છે. છતાં ઉનાળા સુધી ખેંચવાનું મુશ્કેલ છે.રાજય સરકારે તાજેતરમાં વર્ષો પૂર્વે અભેરાઈએ ચડાવી દેવાયેલી ક્લ્પસર યોજના કાર્યાન્વિત કરવાનું કહ્યુ હતું. તોળાતા જળસંકટ, નર્મદામાં ઘટતા પાણી, કલ્પસરના ગાણા સહીતનાં મુદાઓ પર શાસક ભાજપને ભીંસમાં મુકવા માટે કોંગ્રેસે રણનીતિ ઘડી છે અને સમગ્ર મુદો મતદાન માટે મુકાવવાનો વ્યુહ ઘડયો છે. જે સંજોગોમાં સતા પક્ષ પણ દોડધામમાં મુકાઈ શકે છે.<br>વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો દેખાવ અગાઉ કરતા નબળો હતો અને 99 સભ્યો જ છે. કોંગ્રેસ સરકારને દબાણ-ભીંસમાં રાખવા હરસંભવ પ્રયત્નો કરી જ રહ્યો છે. બુધવારે વિધાનસભામાં મારામારીના ઘટનાક્રમ પછી ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરવાની આકરી કાર્યવાહીથી કોંગ્રેસ વધુ આક્રમક બન્યો છે અને તેના ભાગરૂપે નર્મદા જેવા સીધા પ્રજાને સ્પર્શતા મુદાઓ પપર હલ્લાબોલ જેવી સ્થિતિ ઉભી થવાની રણનીતિ અપનાવવામાં આવી છે. સૂત્રોના કહેવા પ્રમાણે વિધાનસભામાં આજે પ્રપથમ કલાકની પ્રશ્ર્નોતરી પછી કોંગ્રેસના સભ્યો આક્રમક વલણ અનાવી શકે છે. ધારાસભામાં આજે જળ, સિંચાઈ, જળસંપતિ જેવા વિભાગોની બજેટ ફાળવણી વિશે ચર્ચા થવાની છે અને ત્યારે કોંગ્રેસ આબાદ રણનીતિનો પરચો બતાવે તેવા નિર્દેશ છે. આ સંજોગોમાં વિધાનસભાની આજની કાર્યવાહી પણ ઘણી મહત્વની બની રહે તેમ છે. શાસક ભાજપને ભીંસમાં લેવા કોંગ્રેસની રણનીતિ-પ્રસ્તાવ પર નજર રહેશે.

સંબંધિત સમાચાર

Next Article