વડોદરાના પાદરાના વડુ ગામે સગીરાની છેડતી મામલે થયેલ મારામારી અંગેની ફરિયાદમાં પોલીસે વિલંબ કરતા ગ્રામજનો વિફર્યા. પોલીસ મથક બહાર હોબાળો મચાવી લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કરી પોલીસ સામે આક્ષેપો કર્યા અને ગુરુવારે વડુ ગામ બંધનું એલાન આપ્યુ. વડોદરાના પાદરા તાલુકાના વડુ ગામે બુધવારે સગીરા પોતાની સ્કુલ બસમાંથી પોતાના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન ગામના ત્રણ યુવાનો સગીરાનો અવાર નવાર પીછો કરી અવાર નવાર હેરાનગતિ કરી રહ્યા હતા. બુધવારે પણ આમ જ ઘટના બનતા તેને ઈશારો કરી જાતીય સતામણી કરી હોવાથી સગીરાના પરિજનોએ યુવાનોને ઘરે ઠપકો આપવા જતા આ મુદ્દે બોલાચાલી અને મારા મારી થઇ હતી. જે મુદ્દે તેમજ વિસ્તારના લોકો વડુ ગામના ગ્રામજનો વડુ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવા તેમજ અવાર નવાર હેરાનગતિ કરનાર ત્રણ શખ્શો સામે કડક કાર્યવાહીની માંગણી સાથે પોલીસ મથકે પહોચ્યા હતા પરંતુ પોલીસે કલાકો સુધી કોઈ કાર્યવાહીના કરતા ગ્રામજનો વિફર્યા હતા અને પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.
એક સમયે વાતાવરણ તંગ બન્યુ હતુ. જેના કારને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વડોદરા જીલ્લાની એસઓજી એલસીબી સહિતનો કાફલો વડુ ખાતે દોડી આવ્યો હતો. કલાકો સુધી ફરિયાદ નહીં લીધી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી આરોપીઓને સખ્ત કાર્યવાહીની માગણી સાથે પોલીસ મથકની સામે હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોધાવ્યો હતો અને ગુરુવારે વડુ ગામ બંધનું એલાન આપ્યું હતુ. જેમાં આજે તમામ બજારો જડબેસલાક બંધ રહ્યા હતા જ્યારે પોલીસે ગ્રામજનોનો આક્રોશ જોઈને છેડતી કરનાર યુવકો પૈકી એક યુવકની ધરપકડ કરી પાદરા પોલીસ મથકે મોકલી આપ્યો હતો.