ગુજરાતના નાગરિકો માટે બહુવિધ ઉપયોગી સિટીઝન પોર્ટલ લોન

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (13:01 IST)
ગુજરાત સરકાર (ગૃહ વિભાગ)ના નવીનત્તમ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુજરાત પોલીસની કાર્યદક્ષતા તેમજ કાર્યકુશળતા સુધારવા માટે ગુજરાત સરકાર દ્વારા સિટીઝન પોર્ટલ (Citizen Portal) શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર, ગૃહ વિભાગના સિટીઝન પોર્ટલને આર્મ્ડ યુનિટના ડી.જી.પી.શ્રી પ્રમોદકુમારે લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ સેવાના આધારસ્તંભ એવા ઇ-ગુજકોપ પ્રોજેકટનું તા. ૧૯/૦૯/૨૦૧૩ના રોજ તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજય અને હાલ ભારતના માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ઉદઘાટન થયેલ. તેમના મત મુજબ ગુજરાત પોલીસ અને રાજય માટેનું આ એક અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ છે. આ પ્રોજેકટના માધ્યમથી ગૃહ વિભાગ પેપર લેસની દિશામાં આગળ વધી રહયું છે અને નાગરિકોને વધુમાં વધુ ટેકનોલોજીના માધ્યમથી સુવિધા પૂરી પાડવા માટે કટિબધ્ધ છે.

આ પ્રસંગે સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના એ.ડી.જી.પી. શ્રી સંજય શ્રીવાસ્તવ તેમજ અધિકારોઓ ઉપસ્થિત રહયા હતા.આ સુવિધાનો ઉપયોગ સામાન્ય નાગરિક પણ કરી શકે તે હેતુસર સિટીઝન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. સિટીઝન પોર્ટલના માધ્યમથી નાગરિકોને દૈનિક જરૂરીયાતની સુવિધાઓ માટે કોઇપણ પોલીસની કચેરી/પોલીસ સ્ટેશનમાં જવું નહીં પડે અને પોલીસની સર્વિસ ઇન્ટરનેટના માધ્યમથી ઘેરબેઠાં ઉપલબ્ધ થશે. સિટીઝન પોર્ટલમાં નાગરિકો પોતાની ફરિયાદનું ટ્રેકીંગ પણ કરી શકે છે તેમજ ઉપરોકત ટ્રેકીંગના માધ્યમથી લોકોને અસરકારક સુવિધા પુરી પાડવા માટે સજજ બની છે. ઇ-ગુજકોપ ભારત દેશમાં સૌથી સારો પ્રોજેકટ છે. જેની નોંધ આખા ભારતમાં લેવામાં આવેલ છે. સિટીઝન પોર્ટલના માધ્યમથી નાગરિકોને પોલીસની સર્વિસ જુદા-જુદા માધ્યમથી ઉપલબ્ધ થશે, પોલીસમાં ફરીયાદ દાખલ કરવાનું સરળ, પોલીસની સેવા જેવી કે વેરીફીકેશન, એન.ઓ.સી. જેવી સર્વિસ સરળતાથી મળશે, વિવિધ માહિતી મીસીંગ વ્યકિતઓ, મીસીંગ વ્હીકલ અને ચોરાયેલ માલ-મિલકત વગેરે સરળતાથી મેળવી શકશે, નાગરિકોને ફરીયાદ રજીસ્ટ્રેશન અને નિવારણ માટે સરળતા રહેશે તેમજ નાગરિકો અને પોલીસ વચ્ચે સિટીઝન પોર્ટલના માધ્યમની સુવિધાનું ઝડપથી આદાન પ્રદાન થશે.સામાન્ય જનતા પોતાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ૧૭ સેવાઓનો ઓનલાઇન ઉપયોગ કરી શકશે. આ સિટીઝન પોર્ટલમાં નાગરિકે પોતાની નોંધણી કરાવવી ફરજીયાત છે અને ત્યારબાદ પોતાની યુનિક યુઝરનેમ તથા પાસવર્ડ મળી રહેશે અને ઓનલાઇન અરજી કરી શકશે. ચોરાયેલ ગુમ થયેલ મિલકતની અરજી, ગુમ થયેલ વ્યકિતની અરજી તથા  સીનીયર સિટીઝન પોતાની સુરક્ષા માટે નોંધણી, ઘરઘાટી, ભાડુઆત, ડ્રાઇવરની નોંધણી કરાવી શકશે તેમજ પ્રમાણપત્ર સંબંધિત નોંધણી કરાવી શકશે. નાગરિકો એફ.આઇ.આર.ની કોપી પણ ઘરબેઠાં મેળવી શકશે. ધરપકડ/વોન્ટેડની માહિતી તેમજ બીનવારસી લાશની માહિતી મેળવી શકશે. નાગરિકો અરજી બાબતની સ્થિતીની જાણકારી મેળવી શકશે. વિવિધ પ્રકારના ફોર્મ પણ ડાઉનલોડ કરીને પ્રિન્ટ મેળવી તે ભરીને જે તે કચેરીને આપી શકશે. ટીઝન પોર્ટલનો ઉપયોગ કરવા માટે URL https://gujhome.gujarat.gov.in/portal બ્રાઉઝરમાં દાખલ કરવાનો રહેશે.  

સંબંધિત સમાચાર

Next Article