અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNG અને PNGના ભાવમાં વધારો કર્યો
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:21 IST)
અદાણી ગેસ પછી આજે ગુજરાત ગેસ અને જીએસપીસીએ પણ પીએનજી અને વાહનોમાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ - સીએનજીના ભાવમાં અનુક્રમે ૯૫ પૈસા અને રૃા. ૩.૨૫નો વધારો કર્યો છે. ગુજરાત ગેસ અને જીએસપીસીના રાજકોટ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મળીને કુલ ૧૧.૫ લાખ પીએનજી જોડાણધારકો અને ૩ લાખ સીએનજી વપરાશકારો છે. ઘરે ઘરે રસોડામાં વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસના એસસીએમ દીઠ ભાવ રૃા. ૧૯.૯૦થી વધારીને રૃા.૨૦.૮૫ કરવામાં આવ્યા છે.
આ જ રીતે વાહનોમાં વપરાતા સીએનજીના કિલોદીઠ ભાવ રૃા. ૪૪.૨૫થી વધારીને રૃા. ૪૭.૨૫ કરવામાં આવ્યા છે. આમ તેમાં કિલોએ રૃા. ૩.૨૫નો વધારો કરવામાં આવ્યો છે. સરકાર તેમની આ માગણી સ્વીકારી પણ લેતી હોવાનું જોવા મળે છે. જોકે જાણકારોનું કહેવું છે કે સીએનજીના કિલોદીઠ ભાવમાં રૃા. ૩.૨૫ના વધારાને કારણએ તેમના પર કિલો મીટરે ૧૫ પૈસાનો પણ વધારો આવતો નથી. આ સંજોગોમાં તેઓ ઓટોરિક્ષાના ભાડામાં જંગી વધારો કરવાની જે માગણી કરે છે તે ઉચિત નથી.