જાપાનની પ્રથમ મહિલા અકી આબેએ અંધજન મંડળ સંસ્થામાં ચાલતા જાપાની મેડિકલ મેન્યૂઅલ થેરેપી કાર્યક્રમની જાણકારી મેળવી

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (15:11 IST)
જાપાનના વડાપ્રધાન  શિન્ઝો આબે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાથે તેમનાં પત્ની  અકી આબે પણ જોડાયા છે. શ્રીમતી અકી આબેએ આજે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લીધી હતી.આ સંસ્થામાં વિવિધ તાલીમ કેન્દ્રોની મુલાકાત લઇ તાલીમાર્થીઓ તથા તજજ્ઞો સાથે મળી આત્મિયતાથી વાત-ચીત કરી હતી. સંસ્થામાં ચાલતા વિશષે કરીને જે.એમ.એમ.ટી.ના કાર્યથી પણ  પ્રભાવિત થયાં હતા. તેઓના આગમન થતાં ભાઇઓએ સુમધુર બેન્ડની સુરાવલીથી તેમનું સ્વાગત કર્યું હતું

તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. જાપાનની સૂકૂબા યુનિવર્સિટીમાંથી તાલીમબદ્ધ તજજ્ઞો દ્વારા જાપાન મેડિકલ મેન્યુઅલ થેરેપીની જાણકારી મેળવી હતી. સંસ્થાના એક્ઝિક્યુટીવ સેક્રેટરી ડૉ. ભૂષણ પુનાનીએ શ્રીમતી અકી આબેને સંસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી. મુલાકાત દરમિયાન જાપાનના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ સાથે રહ્યા હતાં.ગુજરાત-ભારતના પરિવહનમાં સિમાચિહન પૂરવાર થનારી બૂલેટ ટ્રેનના ખાતમુહૂર્ત માટે ગુજરાતના મહેમાન બનેલા જાપાનીઝ વડાપ્રધાન  શિન્‍ઝો આબેએ મહાત્‍મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી સાથે દાંડી કુટીરની મુલાકાત લીધી હતી. બન્‍ને મહાનુભાવોએ મૈત્રીપૂર્ણ માહોલમાં હસ્‍તધૂનન કરી ભારત અને જાપાનના સંબંધોનો પાયો વધુ મજબૂત બનાવ્‍યો હતો.

વડાપ્રધાન મોદી, જાપાનના વડાપ્રધાન  શિન્‍ઝો આબેને દાંડી કુટીર ખાતે દોરી ગયા હતા અને ત્‍યાં બન્‍ને મહાનુભાવોએ ગાંધીજીના જીવન કવન - જીવન સંદેશને લગતી પ્રદર્શની નિહાળી હતી આબેએ આ પ્રદર્શન ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું હતું. બાદમાં બન્‍ને મહાનુભાવો દાંડી કુટીરથી ચાલતા જ મહાત્‍મા મંદિર સુધી આવ્યાં હતાં. જ્યાં બન્‍ને વચ્‍ચે સંવાદ થતો જોવા મળ્યો હતો.

 
 

સંબંધિત સમાચાર

Next Article