ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં જાહેર થવાની શક્યતાઓ

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (13:13 IST)
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈને વિવિધ કવાયત હાથ ધરાતી જોવા મળે છે. આ વર્ષે ગણતરીના મહિનામાં જ ચૂંટણી થવાની છે. ત્યારે એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. જેની સંભવિત જાહેરાત ઓક્ટોબરમાં પ્રારંભમાં કરવામાં આવી શકે છે.વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે.

જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કરશે તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે. પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. પરિણામો ચૂંટણીના 10 દિવસ બાદ થવાની સંભાવાના છે. ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે.  ગુજરાતની ચૂંટણીમાં મતદાન દરમ્યાન વીવીપીએટી (વોટર વેરીફાઇડ પેપર ઑડિટ ટ્રાયલ)નો ઉપયોગ કરવામાં આવશે. ઇવીએમ મશીનની વિશ્વસનીયતા સામે વિવિધ પક્ષો અને સંગઠનો દ્વારા શંકાઓ વ્યક્ત કરાયા બાદ બેલેટ પેપર દ્વારા મતદાનની માગણી ઊઠી હતી.ગુજરાત વિધાનની ચૂંટણી ડિસેમ્બરમાં યોજવા માટેની પ્રક્રિયા ચૂંટણી પંચ અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં વિધાન સભાની ચૂંટણી કરવામાં આવે અને ઓક્ટોબરના અંતમાં વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ માટે રાજ્ય સરકારે તમામ વિભાગો અને મંત્રીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ સરકારી કામો અને યોજનાઓ પૂરી કરવાની સૂચનાઓ આપી દીધી છે. તો બીજી બાજુ ચૂંટણી પંચે પણ મતદાર યાદીની પ્રક્રિયા શરૂ કરી છે. આગામી 25 સપ્ટેમ્બર સુધીમાં આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે.
Next Article