નર્મદા જિલ્લાના ૨૨૬ ગામોમાં મોબાઇલ નેટવર્કનો ગંભીર પ્રશ્ન, જંગલ વિસ્તારના ૪૦ ગામો આજે પણ સંપર્ક વિહોણા

Webdunia
ગુરુવાર, 11 મે 2017 (16:35 IST)
આજકાલ કોમ્પયુટર અને ડીજીટલ યુગ ચાલી રહયો છે અને કેન્દ્ સરકાર દેશને કોમ્પયુટર અને ડીજીટલ યુગમા લઇ જવા ઈચ્છે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોની તાસીર જ કઇક અલગ છે, ખાસ કરીને ૮૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જ્લ્લિાના ઉંડાણના અને અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમા મોબાઇલ ટાવરો પહોંચી શક્યા નથી જેને કારણે ગામડાઓમા આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ગામોમા ટેલીફોન લાઇન કે ઇન્ટરનેટ કે મોબાઇલ કનેકટીવીટી ન હોવાને કારણે ટેલીફોનના ડબલા અને મોબાઇલ ફોન શોભાના ગાંઠીયા બની ગયા છે.
 
આજે પણ નર્મદાના ૨૨૬ ગામો ટેલીફોન, મોબાઇલ કનેકટીવીટીનો ગંભીર પ્રશ્ન છે. ખાસ કરીને ચોમાસામા મોટાભાગના ગામો ટાવર અને કનેક્ટીવીટી ન હોવાને કારણે સંપર્ક વિહોણા બની જાય છે. નર્મદા આદિવાસી ઉંડાણના અંતરીયાળ પહાડી અને જંગલ વિસ્તારના ૪૦ ગામો આજે પણ સંપક્ર્ વિહોણા છે, જે ૪૦ ગામોમા કનેકટીવીટી નથી તેવા ગામોની યાદી ભારત સરકારમા સુપ્રત કરવામા આવી છે,જેમા નાંદોદ તાલુકાનુ એક ગામ. દેડીયાપાડા તાલુકાના ૨૨ ગામો, અને સાગબારા તાલુકાના ૧૭ ગામો મળી કુલ ૪૦ ગામોમા મોબાઇલ ટાવર ન હોવાથી આ ગામો સંપર્ક વીહોણા આજે પણ છે.
 
આ અંગે નર્મદા વહીવટી તંત્ર ચિંતિત બન્યુ છે, નવા કલેકટર આર એસ નીનામાએ આ અંગે જણાવ્યુ હતુ કે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનીટી નો પ્રોજેક્ટ ચાલી રહયો છે ત્યારે લાખો પ્રવાસીઓ અહી મૂલાકાતે આવે તે સમયે મોબાઇલ ટાવરો અને કનેકટીવી મળવી જોઇએ, અમે નર્મદામા કનેકટીવીટી વગરના ગામની માહીતી ભેગી કરી તેને કનેકટીવીટી મળે તેવા પ્રયાસો ચાલુ કર્યા છે. કલેકટર નીનામા ના જણાવ્યા અનુસાર નર્મદાના ૨૨૬ ગામો ટેલીફોન, મોબાઇલ કનેકટીવીટી વિહોણા છે. ભારત સરકારમા કનેકશન વગરના ગામોને યાદી આપવામા આવી છે. ૨૨૬ પૈકી ૮૧ ગામોનો રીસર્વે કરાયો છે,તે પૈકીના ૪૦ ગામોમા આજે પણ કનેકટીવીટી નથી. બાકીના ૪૧ ગામોમા માત્ર પાંચ ગામ સિવાય ત્યા બીએસએનએલ ટાવર નથી પણ અન્ય એક કંપનીના ટાવર છે.
આ અંગે નિવાસી કલેકટર બારીયાએ જણાવ્યુ હતુ કે, આ અંગે અંતરીયાળ ગામોમા કનેકટીવીટી માટે કવાયત શરુ કરી છે, ભરુચ નર્મદાના ટેલીફોન અધીકારીઓની તાકીદની બેઠક બોલાવી તેમની પાસેથી માહીતી મેળવી કલેકટરે આ અંગે ઘટતુ કરવા અધિકારીઓને સૂચના આપી છે. હાલ ગરુડેશ્વર ખાતે બીએસએનએલ ટાવર માટે મંજૂરી મળી ગઇ છે. બીજો શુલપાણેશ્વર સેન્ચૂરી એરીયામા પણ ટાવર લગાડવા માટેની કામગીરી ચાલી રહી છે. નર્મદાના લાખો આદિવાસીઓની કૂળદેવી ગણાતા પાંડોરી માતાના યાત્રાધામ ગણાતા દેવમોગરામાં પણ કનેકટીવીટી નથી. અહી વરસે દહાડે લાખો શ્રધ્ધાળુઓ આવે છે, ખાસ કરીને શિવરાત્રીએ ત્રણ રાજ્યોના ૩ થી ૪ લાખ શ્રધ્ધાળુઓનો માનવ મહેરામણ મેળામા ઉમટે છે ત્યારે આટલા મોટા યાત્રાધામમાં મોબાઇલ ટાવર ન હોવાથી અહી તાત્કાલીક ધોરણે મોબાઇલ ટાવર મુકવાની જરુરીયાત પર ભાર મૂકાયો છે.અહી યાત્રાળુઓ માટે મોબાઇલ કનેકટીવીટી સાથે વાઇફાઇની સુવિધાની યાત્રાળુઓ માંગ કરી રહયા છે.
 
Next Article