વિકલાંગોને સરકારી સહાયના નામે તરછોડતું તંત્ર, દિવ્યાંગ મહિલાને ભરગરમીમાં તડકામાં બસમાંથી ઉતારી દેવાઈ

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (10:44 IST)
અચ્છે દિનના નામે લોકો સામે બાંગ પોકારનાર મોદી સાહેબની સરકારના અચ્છે દિન આવ્યાં પણ લોકો પાસે અચ્છે દિનનો એક પણ દિવસ જોવા મળતો નથી. સરકાર વિકલાંગોને સુવિઘાઓ આપવાની વાતો કરે છે પણ અધિકારીઓની માનવતા ક્યાં ખોવાઈ ગઈ છે તે ખરેખર સમજાતું નથી, સરકાર પણ પોતાની સત્તાની લાલસા સેવવા કોઈ પણ ધ્યાન આપવા જાણે બંધાયેલી ના હોય તેવા વરવાં દ્રશ્યો ગુજરાતમા જોવા મળી રહ્યાં છે.

કેન્દ્રસરકાર દ્વારા છેલ્લા અનેક કાર્યક્રમમાં વિકલાંગ અને દિવ્યાંગ વ્યક્તિઓને વિશેષ દરજ્જો આપવામાં આવી રહ્યો છે.પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જેણે કેન્દ્રસરકારના કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતી અને માનસિક દિવ્યાંગ કિશોરી અને તેની સાથે તેના પરીવારને બસમાંથી નીચે ઉતારી દીધો. અમદાવાદથી વિસનગર જતા મોઘજીભાઇ અને તેઓની 22 વર્ષિય પુત્રી તેમની માતા સાથે વિસનગર જઇ રહ્યા હતા. સામાન્ય રીતે રાજ્યસરકારે પણ દિવ્યાંગ બાળકોને એસ.ટી.ની મુસાફરી દરમિયાન પરીવારના જ કોઇ વ્યક્તિને સાથે રાખવા અને તેની ફ્રી ટીકિટ આપવા જાહેરાત કરી છે. મોઘજીભાઇની પુત્રી માનસિક 75 ટકા વિકલાંગ હોવાનો પાસ અને એસ.ટી.બસનો પાસ હોવા છતાં બસના કડંકટરે પરીવારને 44 ડિગ્રી ગરમીમાં બસમાંથી નીચે ઉતારી દીધો અને માનવતાને શર્મસાર કરી છે. જેની સામે મોઘજીભાઇએ વિસનગર એસ.ટી.ડેપોમાં ફરીયાદ નોંધાવી અને આગળ પોલિસસ્ટેશનમાં ફરીયાદ કરવા પણ ચીમકી ઉચ્ચારી છે.
Next Article