ઉનાળો ગરમાયો, ઉંટને પાણી પીવડાવવા 22 કિલોમીટરની સફર, સિહોએ નદી પર અડ્ડો જમાવ્યો

Webdunia
શનિવાર, 1 એપ્રિલ 2017 (14:50 IST)
ઉનાળાની ગરમીનો પારો દિવસે દિવસે વધતો જાય છે. ત્યારે માણસો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. માણસોની સાથે જંગલોમાં રહેતા જંગલી પશુઓ પણ પાણી માટે જંગલ છોડીને નદી નાંળા જેવી જગ્યાઓ પર સ્થિર થઈ રહ્યાં છે.  શહેર અને જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલીઓ શરૂ થઇ છે અને નેતાઓ પાણીની સમસ્યા માટે ચિંતા પણ વ્યક્ત કરતા હોય છે અને નેતાઓ પાણીની સમસ્યા માટે ચિંતા પણ વ્યક્ત કરતા હોય છે. પરંતુ પશુઓની અકળાવતી સ્થિતિનો કોઇ વિચાર શુદ્ધા કરતા નથી ત્યારે ઘોઘાના અવાણીયા ગામે રહેતા પરિવારની તો અવદશા અવર્ણીય છે. પાણીની મુશ્કેલીને કારણે તેઓ વીસથી બાવીસ કિલોમીટર દુર ભાવનગર રોડ પર ઉંટને પાણી પીવરાવવા લઇ જાય છે અને તે પણ બે દિવસે એકવાર પાણી પીવરાવવા લઇ જાય છે અને ત્યાં પણ પાણીની સ્થિતિ જોતા થોડા દિવસોમાં જ પાણી ખાલી થઇ જશે. ઝત સમાજને સરકાર કોઇ જાતની સવલત કે કોઇ યોજનામાં સમાવિષ્ટ નહીં કરતા સરકારની નીતિ પ્રત્યે ઝત પરિવારના સુલેમાનભાઇએ નારાજગી વ્યક્ત કરી હતી
Next Article