નર્મદા ડેમ 56 વર્ષનો થયો, ૫ એપ્રીલ ૧૯૬૧ના દિવસે પંડીત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2017 (15:11 IST)
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનો આજે ૫ એપ્રીલ,નર્મદા ડેમનો ૫૭ મો જન્મ દિવસ છે. આજે નર્મદા ડેમ ૫૬વર્ષનો થયો છે. આજે જ્યારે નર્મદાડેમનુ કામ પૂર્ણતાને આરે છે ત્યારે ગુજરાતની ૬ કરોડની જનતા માટે અને ગુજરાત સરકાર માટે સાચા અર્થમા ગુજરાત ગૌરવદિન બની રહેશે. આજે ૫ એપ્રીલ ૧૯૬૧ના દિવસે ભારતના પ્રથમ વડા પ્રધાન પંડીત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ.

હાલ નર્મદા ડેમના૨૯ પીયર્સની ૧૪૪-૫૦ મીટરે લઇ જવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, અને ડેમને ૩૦ દરવાજા પણ લાગી ગયા છે અને હવે એપ્રીલ ૨૦૧૭મા ડેમનુ કામ પૂર્ણ થઇ જશે ત્યારે આજનો ૫૭ મો જન્મ દિવસ ગુજરાતની જનતા માટે મહત્વનો પુરવાર થશે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ડેમની ઉંચાઇ ૧૨૧.૯૨ મીટરની વધારવાની પરવાનગી આપતા ડેમના પીયર્સ અને ૩૦ દરવાજા લગાડવાની કામગીરી છેલ્લા બે વર્ષમા ખૂબજ ઝડપથી આગળ વધી છે ડેમના સૂત્રોના જણાવ્યાનુસાર આજની તારીખમા નર્મદાડેમની મહત્તમ ઉંચાઇ ૧૪૧.૫૦ મીટર પૂર્ણ કરી છે.ડેમના ૩૦ ગેટ લાગી ગયા છે. નર્મદા ડેમ સ્થળે ૨૦૦મેગાવોટના ૬ યુનીટ દ્વારા૧૨૫૦ મેગાવોટ અને ૫૦ મેગાવોટના ૫ યુનીટના ૨૫૦ મેગાવોટ મળી કુલ ૧૪૫૦ મેગાવોટ વીજ ઉત્પાદન દ્વારા ગુજરાત,મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશને અનુક્રમે ૧૬%,૨૭% અને ૫૭% વીજળી મળશે. હવે ખેડૂતોને આકાશી ખેતી પર નભવુ નહી પડેે,કે ગુજરાતના ખેડૂતોને ક્યારેય આત્મહત્યા કરવાનો વારો નહી આવે ,ગુજરાત નંદનવન સમુ બનશે. એ જોતા સાચા અર્થમા ખેડૂતો માટે હવે અચ્છે દીન આવ્યા છે.

નર્મદા બંધની વિશિષ્ટતાઓ
-નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોંક્રીટ ગ્રેવીટી ડેમ છે. જ્યારે પ્રથમ ક્રમે અમેરીકાનો ગ્રાંડ કૂલી બંધ આવે છે જે ૮૦ લાખ ઘન મીટર છે. જ્યારે નર્મદા બંધનો કોંક્રીટ જથ્થો ૬૮.૨ લાખ ઘન મીટર છે.
-બંધની લંબાઇ ૧૨૧૦ મીટર છે.- ઉંચાઇની દ્ષ્ટીએ ભારતમા ત્રીજા ક્રમનો ડેમ છે, જ્યારે પ્રથમ ક્રમનો ભાખરા નાંગલ યોજના ( ૨૨૬ મીટર) અને બીજા ક્રમે ઉત્તરપ્રદેશની લાખવાર બંધ( ૧૯૨ મીટર)નો છે,જ્યારે ત્રીજા ક્રમે નર્મદા બંધ છે. પાયાની ઉંચાઇ ૧૬૩ મીટર( ૫૩૩ ફૂટ) છે.
-૩૦ દરવાજા સાથે ૩૦ લાખ કયુસેક સ્પીલ વે ડીસ્ચાજ્ર્ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વમા ત્રીજા ક્રમાંકની યોજના છે.
– ૪૦ હજાર કયુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી નહેર છે.
ડેમના સ્થળના ઉપરવાસમા નદીનો સ્ત્રાવ વિસ્તાર ૮૮૦૦૦ ચો.કીમી.
-જળાશયની પહોળાઇ ૧૬.૧ કીમી., ડેમની ઉચાઇ ૧૨૧.૯૨ મીટરે કામ પૂર્ણ થશે.

નર્મદા ડેમની વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી નરેન્દ્ર મોદી સુધીની વણથંભી સફર
– ૫મી એપ્રીલ,૧૯૬૧ના રોજભરતના પ્રથમ વડા પ્રધાન પંડીત જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનુ ખાતમુહુર્ત કર્યુ હતુ
– ૧૯૪૭મા દેશ આઝાદ થયો ત્યારે તે વખતે નર્મદા યોજનાની મોજણી, સંશોધનનુ કાર્ય નો આરંભ થયો હતો.
– ૧૯૬૦મા ભારત સરકારના પ્રતિનિધીઓેએ નવાગામ ખાતે બંધ સ્થળની મુલાકાત લીધી હતી ત્યારથી બંધની પૂર્ણ સપાટી ૩૨૦ ફૂટની ભલામણ થઇ હતી
– પમી એપ્રીલે ગજુરાતના તત્કાલીન સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી અને ૧૬૨ ફૂટની જળ સપાટી નર્મદા યોજનાની રહે તેવો પાયો નંખાયો હતો
– ૧૯૬૫મા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે જળ સંધી થઇ
– ૧૯૬૫ સપ્ટેમ્બરમા વિકાસ સમીતીએ બંધની પૂર્ણ જળ સપાટી ૫૦૦ ફૂટ રાખવાનો અહેવાલ રજૂ કર્યો
– ૧૯૬૯મા વડા પ્રધાન પંડીત નહેરુ દ્વારા પાણી મતભેદ ટી્રબ્યુનલની રચના કરાઇ
– ૧૯૭૮મા નર્મદા પાણી મતભેદ ટી્રબ્યુનલે સરદાર સરોવરની પૂર્ણ સપાટી ૪૬૦ કરવાનો ચૂકાદો આપ્યો
– ૧૯૮૭મા પર્યાવરણ દલીત મંજૂરી મળી.
-૧૯૯૫ મા મેઘા પાટકરના વિરોધના કારણે ડેમનુ કામ તે વખતે અટકી ગયુ હતુ ,ત્યાર બાદ ૪ વર્ષ નર્મદા ડેમનુ કામ બંધ રહયુ હતુ
– ૧૯૯૯મા સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ કરી ૮૦.૩ મીટરથી વધારીને ૮૫ મીટર સુધી લઇ જવાની મંજૂરી આપી
– નર્મદા કંટો્રલ ઓથોરીટી દ્વારા પાંચ પાંચ મીટર ઉંચાઇ વધારવાની મંજૂરી ૯૦થી ૯૫ મીટરની મંજૂરી મળી.
– ૨૦૦૩માં ૧૦૦ મીટરે પહોચી
-૨૦૦૬ મા પુન; વસવાટના મુદ્દે ડેમની ઉચાઇ વધારવાની મંજુરી મળતી નહતી
– ૨૦૦૬મા ૧૧૦.૬૪ મીટર,
– ૩૧ ડીસેમ્બર ૨૦૦૬ સુધીમા ડેમની ઉચાઇ ૧૨૧.૯૨ મીટરે પહોચી તે વખતે તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બકેટ નાંખીને કામનો શુભારંભ કરાવ્યો હતો.
– ૨૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં સરકાર બનતા મંજૂરી આપતા પુનઃ ડેમનુ કામ શરૃ થયું
– ડેમના ૨૯ પીયર્સનું કામ પૂર્ણ થઇ ગયુ છે
Next Article