નર્મદા ડેમ બાંધવા અબજો રૂપિયા ખર્ચ્યાને સરકારે 66 ટકા પાણી તો દરિયામાં વહાવી દીધું

Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (12:43 IST)
રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસ્યા પણ અને તમામ જળાશયોને માલામાલ કરી દીધા પણ નર્મદા ડેમની કેપિસિટિથી ત્રણ ગણું પાણી સરકારે દરિયામાં વહાવી દીધું. આ ચોમાસે નર્મદા ડેમે તેની ઐતિહાસીક સપાટી આંબી હતી ત્યારે નર્મદા નદીમાં 40,000 MCM પાણી આવ્યું હતું. તેમાંથી ડેમની ઓવરફ્લો કેટેગરીએ માત્ર 9,500 MCM સંગ્રહ કરી શકાયો છે. અબજો રૂપિયાની યોજના અને નીર વઘામણાં પાછળ કરોડો ખર્ચ પરંતુ નીર બચાવવા શું?પાણીના પ્રવાહમાં નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. પણ ગુજરાત સરકાર પાણીની જેમ પૈસા વાપરવા છતાંય તેનું પાણી સંગ્રહવામાં સફળ નથી થઈ રહી. સૌની યોજાના અંતર્ગત પણ પાણીનો જોઈએ તેવો સંગ્રહ કરી નથી શકાતો. નર્મદાનું 30,000 MCM પાણી દરિયામાં વહી ગયું છે. પાણી સંગ્રહના વિકલ્પમાં 13 હજાર કરોડને ખર્ચે ઓપ અપાયેલી સૌની  યોજના બનાવવામાં આવી છે હજુ આ યોજનામાં વધુ 6000 કરોડ ખર્ચાશે તેમ છતાં ગુજરાતમાં નર્મદાના  33 ટકા જ પાણીને સંગ્રહ કરવાની શક્તિ છે.સૌની યોજના 3,705 MCM પાણી સંગ્રહની ક્ષમતા ધરાવે છે. સૌની યોજનાથી ગુજરાતમાં નદી-તળાવનું લીંક કરીને પાણી સંગ્રહ કરવામાં આવશે. સૌની યોજના ક્ષમતા સામે માત્ર 1,235 MCMનો ઉપયોગ કરી શકાયો. સૌનીમાં હજુ 2500 MCM પાણીનો વધારે ઉપયોગ થઇ શકે તેમ છે. સૌનીથી નર્મદાનું વધારાનુ પાણી ગુજરાતમાં સંગ્રહી શકાય તેમ છે. જો ભાળભુતના ડેમનો બન્યો ન હોય પાણી સંગ્રહનો પ્રશ્ન વધુ વિકટ બનત. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના એટલે કે સૌની યોજના પાછળ અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થઈ ગયો છે. આ યોજના બનાવવા પાછળનો મુખ્ય આશય એવો છે કે, સરદાર સરોવર ડેમમાંથી દર વર્ષે ઓવરફલો થઇને જે પાણી દરિયામાં વહી જાય છે તે પાણી બચાવીને પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવું. આ માટે સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર લિંક આધારિત સમગ્ર યોજના તૈયાર કરી છે. જેમાં સૌરાષ્ટ્રના કુલ 115 જળાશયો નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને આ બધા ડેમોમાં કુલ 43,500 MCFT પાણીનો જથ્થો ભરવામાં આવશે એવી વાત છે.  આ યોજનાની લીંકના તમામ કામો કુલ ત્રણ તબક્કામાં વહેંચાયેલા છે. જે પૈકી માંથી બે તબક્કાનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે ત્રીજા અને આખરી તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.  સૌરાષ્ટ્રના 115 ડેમોમાંથી વાસ્તવમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ કેટલું પાણી ભરાયું તે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે.  આશ્ચર્યની વાત એ છે કે, અત્યાર સુધીમાં 13,000 કરોડનો ખર્ચો થઇ ગયા બાદ પણ જે વાત કરવામાં આવી હતી તેનો 33 ટકા પાણીનો જથ્થો પણ પૂરતો આવ્યો નથી. જ્યારે, યોજનાનો જે ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તેનાથી વધુ રકમતો પ્રથમ બે તબક્કામાં જ ખર્ચાઇ ગઇ છે. એટલે કે, આગામી સમયમાં નર્મદા આધાર યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા ડેમોમાં કેટલા એમસીએફટી પાણી આવે છે અને કેટલા લોકોને તે પીવા માટે મળે છે તે જોવું રસપ્રદ બનશે.
 
 

સંબંધિત સમાચાર

Next Article