BJPની યાદી જાહેર થતા જ ભાવનગરમાં કાર્યકર્તાઓ નારાજ, મહુવા બેઠક પર 300થી વધુ ભાજપ સભ્યોનાં રાજીનામાં

વૃષિકા ભાવસાર

ગુરુવાર, 10 નવેમ્બર 2022 (12:45 IST)
ચૂંટણીની તારીખો જાહેર થવાના અઠવાડિયા પછી ભાજપે આજે  પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીથી ક્યાક નારાજગી તો ક્યાક ખુશી જોવા મળી. ભાવનગરની મહુવા બેઠક પર નારાજ થયેલા  300થી વધુ ભાજપ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને મહુવા ભાજપ સંગઠનના તમામ સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300 થી વધારે સભ્યોના સામુહિક રાજીનામાં ધર્યા હતા. જેનુ કારણ એ હતુ કે શિવાભાઈ ગોહિલે મહુવામાં ટિકિટ પણ માંગી નહોતી અને મહુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને સમર્થન પણ નથી .આમ છતાં પાર્ટીએ આર.સી મકવાણા ની ટિકિટ કાપી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા મહુવા ભાજપમાં ભારે હોબાળો થયો છે. 
 
ભાજપ દ્વારા  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીના ઉમેદવારોના નામ જોતા જ સમજાઈ ગયું છે કે ભાજપ  આ ચૂંટણીમાં જૂના ઉમેદવારને  જ રીપીટ કરશે તો  કેટલાક સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે.  આ ઉમેદવારો એવા છે જે  જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે.  ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે  કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ  નામ પસંદ કરવામાં આવ્યા હતા. 182 માંથી 160 બેઠકની યાદી જાહેર કરી છે જેમાં 14 મહિલાઓ તેમજ  13 એસસી 24એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.  તો  38 બેઠકો પર પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં  4 ડોકટર ઉમેદવાર છે અને 4 પીએચડી ઉમેદવાર છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર