આમ આદમી પાર્ટી આજે વધુ 22 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી, કુલ 108 ઉમેદવારો જાહેર

મંગળવાર, 1 નવેમ્બર 2022 (13:32 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ચૂંટણીમાં પરચમ લહેરાવવા ભાજપ-કોંગ્રેસ સહિત AAPએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડે.સીએમ મનીષ સિસોદિયા સહિત દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. એવામાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની પણ એકબાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્યારે આજે વધુ  22 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આઠ યાદીમાં કુલ 108 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. 
 
આઠમી યાદીના ઉમેદવારો
યુવરાજસિંહ જાડેજા-દહેગામ
પારસ શાહ- એલિસબ્રિજ  
પંકજ પટેલ-નારણપુરા
વિપુલ પટેલ-મણીનગર 
ચંદુભાઈ બામરોલિયા-ધંધૂકા
રવિ ધાનાણી-અમરેલી
જયસુખ દેત્રોજા-લાઠી 
ભરત બલદાણીયા-રાજુલા
રાજુ સોલંકી-ભાવનગર પશ્ચિમ
મહિપતસિંહ ચૌહાણ-માતર
રાધિકા રાઠવા- જેતપુર(છોટા ઉદેપુર)
અજીત ઠાકોર-ડભોઈ 
ચંદ્રિકાબેન સોલંકી-વડોદરા શહેર
શશાંક ખરે-અકોટા
હિરેન શિરકે-રાવપુરા 
સાજિદ રહેમાન-જંબુસર
મનહર પરમાર-ભરૂચ
ઉપેશ પટેલ-નવસારી
પંકજ પટેલ-વાંસદા
કમલેશ પટેલ-ધરમપુર
કેતન પટેલ-પારડી
જયેન્દ્ર ગાવિત-કપરાડા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર