આમ આદમી પાર્ટીના વધુ 13 ઉમેદવારો જાહેર, કુલ 86 ઉમેદવારો જાહેર કર્યા

શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (13:30 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે સાતમી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 86 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડોદરા ખાતેથી વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં કડીથી લઈને સુરતના મહુવા સુધીના ઉમેદવારો જાહેર કર્યા છે.
 
સાતમી યાદીમાં વધુ 13 ઉમેદવારોના નામ જાહેર
 
કડીથી આમ આદમી પાર્ટીએ એચ.કે.ડાભીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે.
વઢવાણથી હિતેશ પટેલને ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટીએ ઉતાર્યા છે.
મોરબીથી આમ આદમી પાર્ટીએ પંક રંસારિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
જસદણથી તેજસ ગાજીપારાને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
જેતપુર (પોરબંદર)થી આમ આદમી પાર્ટીએ રોહિત ભૂવાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
કલવડથી ડો.જિગ્નેશ સોલંકીને આમ આદમી પાર્ટીએ પસંદ કર્યા છે.
જામનગર ગ્રામ્યથી પ્રકાશ ડોંગાને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
મહેમદાબાદથી આમ આદમી પાર્ટીએ પ્રમોદભાઈ ચૌહાણને પસંદ કર્યા છે.
લુણાવાડાથી નટવરસિંહ ચૌહાણને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
સંખેડાથી રંજન તડવીને આમ આદમી પાર્ટીએ પસંદ કર્યા છે.
માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામિતને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
મહુવા (બારડોલી)થી કુંજન પટેલ ડોડિયાને આમ આદમી પાર્ટીએ પસંદ કર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર