ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કેટલી સીટે મળશે, કેજરીવાલે કર્યો ખુલાસો

વૃષિકા ભાવસાર

સોમવાર, 17 ઑક્ટોબર 2022 (09:12 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગણતરીના દિવસોમાં જ ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા છે. આ વચ્ચે ગુજરાતમાં દિલ્હીના નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે તેમણે ભાવનગરમાં જનસભાને સંબોધી હતી અને ફરી એકવાર IBના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આ વખતે તેમણે ગુજરાતમાં કેટલી સીટોથી AAP જીતી રહ્યું છે તે જણાવ્યું હતું.ભાવનગરના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ગ્રાઉન્ડમાં કેજરીવાલે રવિવારે જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું કે, IBના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીતી રહી છે. પરંતુ અત્યારે જીતનું માર્જિન થોડું ઓછું છે. 92-93 સીટ આવી રહી છે. ઓછી સીટ આવી રહી છે. એક જોરદાર ધક્કો મારવો પડશે. 92-93થી કામ નહીં ચાલે, નહીંતર આ લોકો સરકાર તોડી નાખશે. જોરદાર ધક્કો મારો કે 150 પાર સીટો આવે.

ભાવનગરમાં કેજરીવાલે પોતાના સંબોધનમાં ગઈકાલે ફરી એકવાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉપરાંત તેમણે ગુજરાતીઓને વધુ એક ગેરેન્ટી આપી હતી. જે મુજબ ગુજરાતમાં આપની સરકાર બનશે તો બધા લોકોના કેસ પાછા ખેંચવાની અને તેમને જેલ મુક્ત કરવાની ગેરંટી આપી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સોમવારે ઊંઝા પ્રવાસે છે. જોકે આ દરમિયાન હિન્દુ વિરોધી વિવાદ વકર્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિએ કેજરીવાલને હિન્દુ વિરોધી જણાવીને મંદિરમાં સ્વાગત ન કરતો પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે આની સાથે હિન્દુ રક્ષક સમિતિએ એમ પણ લખ્યું કે માતાજીના મંદિરને રાજકીય અખાડો બનાવવા અમે માગતા નથી. માત્ર ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈપણ પ્રકારનું સ્વાગતન કે સરભરા ન કરાય એની માગણી કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર