પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા

રવિવાર, 30 ઑક્ટોબર 2022 (15:08 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
 
ગારિયાધારમાં યોજાયેલી આપની સભામાં આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
 
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ તેમના જોડાવવા અંગે જાહેરાત કરી હતી અને તેમનું સ્ટેજ પર સ્વાગત કર્યું હતું.
 
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તેમની સાથે અન્ય કાર્યકરો પણ આપમાં જોડાઈ રહ્યા છે.
 
બીબીસીના સહયોગી ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર, અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક પરથી ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા છે. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર